મેષ લગ્નના ભિન્ન ભિન્ન ભવોમાં સૂર્યનું ફળકથન નીચે પ્રમાણે છે;

પ્રથમ ભાવ – શરીરસ્થાનમાં ઉચ્ચનો સૂર્ય એના મિત્ર મંગળની રાશિમાં છે; તેથી જાતક મધ્યમ કદનો સ્વસ્થ, સ્વાભિમાની, પ્રભાવી અને પરમ વિદ્વાન થશે – એની વાણી પ્રભાવ અને પ્રતિષ્ઠા આપનારી હશે અને સંતાનો પ્રબળ, બુધ્દિમાન, વ્યવહારકુશળ અને મહત્ત્વકાંક્ષી હશે.
પરંતુ સાતમા ભાવમાં સૂર્યની દ્રષ્ટિ હોવાથી સ્ત્રી અને દામ્પત્ય સુખમાં કલેશ અને કષ્ટ રહેશે. જિવનવ્યવહારમાં સંધર્ષ કરવો પડશે. આવા જાતકોની પત્ની અહંકારી અને મનસ્વી હોય છે.
દ્વિતીય ભાવ – ધનસ્થાનમાં સુર્ય એના શત્રુ શુક્રની રાશિમાં છે. જેથી જાતકને આર્થિક વિંટંબણા રહેશે. સંતાનો તરફથી ચિંતા રહેશે અને એમની વિદ્યા પણ સાધારણ રહેશે.
વૃષભનો સૂર્ય પૂર્ણ દ્રષ્ટિ થી એના મિત્ર મંગળના વૃશ્ચિક રાશિના આઠમા ભાવને
જુએ છે; તેથી જાતક દીર્ધાયુષી થશે અને ભૂમિગત ધન કે આકસ્મિક અર્થલાભ થશે; પરંતુ અનેક મથામણો પછી પણ વધુ ધનસંચય દુષ્કર બનશે.
તૃતીય ભાવ – ત્રીજા પરાક્રમ સ્થાનમાં સૂર્ય એના મિત્ર બુધની રશિમાં છે; તેથી જાતક વિદ્યા અને વક્તૃત્વમાં કુશળ હશે અને પરક્રમી હશે.
સૂર્ય સાતમી દૃષ્ટિથી ભાગ્ય અને ધર્મસ્થાનને જુએ છે, તેથી જાતક ધર્માત્મા, દાની અને તીર્થયાત્રા કરવાવાળો થાય. ઉપાસના અને આરાધનાથી મંગળ કાર્યોની વૃદ્ધિ કરે.
ત્રીજા સ્થાનનો શક્તિશાળી સૂર્ય જાતકને તેજસ્વી વ્યક્તિત્વ અને પ્રાભાવશાળી વક્તૃત્વ આપશે.
ચતુર્થ ભાવ – એના મિત્ર ચંદ્રામાની રશિમાં રહેલો સૂર્ય જાતકને ભૂમિ, મકાન અને વિવિધ સુખોનો ભોક્તા બનાવે છે. વિદ્યાના લાભ સાથે સૂર્યની ઉગ્રતાને ચંદ્રની શીતળતાનું નિયંત્રણ મળશે અને સંતુલન સચવાશે.
ચોથા ભાવમાં સૂર્ય એની પૂર્ણ દૃષ્ટીથી દસમા ભાવમાં શનિની રાશિને જુએ છે, એટલે જાતકને પિતા સાથે અણબનાવ, રાજ્ય તરફથી પીડા અને વિફળતા મળે છે છતાં એના પ્રભાવથી સન્માન તો જરુર મળશે.
પંચમ ભાવ – વિદ્યા અને સંતાનના પાંચમા ભાવમાં સૂર્ય સ્વક્ષેત્રી છે; તેથી જાતક વિદ્વાન, બુદ્ધિમાન અને ઓજસ્વી વાણી પ્રાપ્ત કરે. પ્રતાપી પુત્રનો જાતક પિતા થાય.
પાંચમેથી સૂર્ય એના શત્રુ શનિની કુંભ રાશિને અગિયારમા સ્થાનમાં જુએ છે; તેથી સંપત્તિ માટે સતત સંધર્ષ કરવો પડે.
આ જાતકની ઉગ્ર અને કટુવાણીથી સફળતા તો મળે છે, પરતું એના ટિકાકારો અને હિતશત્રુ પણ વધે છે.
ષષ્ઠ ભાવ – છઠ્ઠા સ્થાનનો સૂર્ય એના મિત્ર ગુરુના મીન રશિવાળા બારમા વ્યય સ્થાનને જુએ છે; તેથી જાતક ખર્ચાળ છતાં બાહ્ય સંબંધોમાં સફળતા પ્રાપ્ત કરે છે. એને સ્વદેશ કરતાં વિદેશમાં વધુ સન્માન મળશે. આ સૂર્યના પ્રભાવથી સંતાન સંબંધી એને સતત ચિંતા રહેશે.
રોગ અને શત્રુના સ્થાનમાં રહેલી બુધની રાશિ જાતકને વિદ્યાની પ્રાપ્તિમાં કઠિનતા અપાવે છે. ઉગ્ર સ્વભાવનો ગ્રહ છઠ્ઠા સ્થાનમાં શક્તિશાળી બને છે; તેથી જાતક વિદ્વાન, અને શત્રુને સદૈવ પરાજિત કરનારો થાય.
સપ્તમ ભાવ – સાતમા સ્ત્રી, સ્વાસ્થ્ય અને વ્યવસાયના ભાવમાં તુલા રશિમાં સૂર્ય નીચનો થઈને એના શત્રુની રાશિમાં છે, એના પ્રભાવથી જાતક દુર્બળ રહેશે અને સ્ત્રી સંબંધી કંઈ ને કંઈ તકલીફ ઊભી થશે.
સાતમા સ્થાનથી સૂર્ય એના મિત્ર મંગળની મેષ રાશિને જુએ છે, એટલે આ જાતક લાંબા કદનો થશે. એ સ્વાભિમાની થશે અને યુક્તિપ્રયુક્યિથી સન્માન અને પ્રભાવ પ્રાપ્ત કરશે.
સૂર્યની આ સ્થિતિને કારણે સંતાનસુખ અલ્પ અને સ્ત્રીનું સુખ પણ સારું નહીં મળે. જીવનનિર્વાહમાં પણ સદા કઠિનતા અને વિદ્યાક્ષેત્ર પણ નબળું રહેશે.
અષ્ટમ ભાવ – આઠમા આયુષ્ય, મૃત્યુ, વ્યાધિના ભાવમાં સૂર્ય એના મિત્ર મંગળની વૃશ્ચિક રાશિમાં હોય છે, એનાથી વિદ્યાપ્રાપ્તિમાં કઠિનતા અને સંતાન પક્ષથી સતત ચિંતા રહે છે. એના આયુષ્યમાં વૃદ્ધિ થશે, આકસ્મિક કેટલાક લાભ પણ થશે છતાં દૈનિક જિવનમાં નાનીમોટી ઉપાધિઓ તો રહેશે જ.
આઠમા સ્થાનનો સૂર્ય બીજા સ્થાનમાં એના શત્રુ શુક્રની વૃષભ રાશિ પર દ્રષ્ટિ કરે છે, એટલે જાતકે ધનસંચય અને નિર્વાહ માટે વધુ પ્રયત્ન કરવા પડશે, છતાં થોડોઘણો અસંતોષ તો રહેવાનો.
નવમ ભાવ – નવમા ભાગ્ય, ધર્મ અને વિદ્યાના સ્થાનમાં ત્રિકોણસ્થાનમાં સૂર્ય એના મિત્ર ગુરુની ધન રાશિમાં રહ્યો છે, એટલે એને શ્રેષ્ઠ બુદ્ધિ, વુદ્યા અને જ્ઞાન મળશે. આવો જાતક ધર્માત્મા, શાસ્ત્રજ્ઞ, ઈશ્વરભક્ત, ન્યાયી, દયાળુ, તીર્થપ્રેમી અને દાનવીર હોય છે.
આ સ્થાનથી સૂર્ય ત્રીજા પરાક્રમ સ્થાનમાં બુધની મિથુન રાશિ પર દ્રષ્ટિ કરે છે, એટલે જાતક ભાઈ-બહેનવાળો પરાક્રમી, પુરુષાર્થી અને શ્રેષ્ઠ યોગ્યતાવાળો થાય. આ સ્થાનમાં સૂર્યની શ્રેષ્ઠ સ્થિતિ હોય છે.
દશમ ભાવ – રાજ્ય, પિતા, વ્યવસાય અને પ્રતિષ્ઠાવાળા દસમા કેન્દ્રસ્થાનમાં સૂર્ય એના શત્રુ શનિની મકર રાશિમાં રહેલો છે. એના પ્રભાવથી જાતક પિતા, વ્યવસાય, નોકરી અને માન – પ્રતિષ્ઠાના ક્ષેત્રમાં અધુરપ અનુભવે છે; પરન્તુ આવા જાતકનું રાજભાષા અને વિદેશી ભાષામાં સારું પ્રભુત્વ હોય છે.
આવો જાતક અહંકારી, અસહિષ્ણુ અને ક્રોધી સ્વભાવનો હોય છે. મકર રાશિનો દશમા સ્થાનનો સૂર્ય ચોથે એના મિત્ર ચંદ્રમાની કર્ક રાશિને પૂર્ણ દ્રષ્ટિથી જુએ છે, જેથી જાતકને ભૂમિ, મકાન તથા માતાનું સુખ સારુમ મળશે; એના બુદ્ધિબળથી રાજનીતિમાં કે વ્યવસાયમાં પણ સફળતા પ્રાપ્ત કરશે.
એકાદશ ભાવ – અગિયારમા સ્થાનનો કુંભ રાશિનો સૂર્ય જાતકને અર્થ પ્રાપ્તિ માટે કઠિન પરિશ્રમ કરાવે છે. અગિયારમા સ્થાનનો સૂર્ય ઉગ્ર અને અત્યંત શક્તિશાળી હોય છે, એટલે જાતકને લાભ અને સંપત્તિ તો મળશે જ; પરંતુ એ માટે શારીરિક શ્રમ અને બુદ્ધિબળનો સતત ઉપયોગ કરવો પડશે.
આ સ્થાનના સૂર્યની દ્રષ્ટિ એની જ રાશિના પંચમ સ્થાન પર પડે છે, એટલે જાતક સંતાન, વિદ્યા, બુદ્ધિમાં સમૃદ્ધ હશે. ઉગ્રવાણીથી એ સ્વાર્થની સિદ્ધિ પણ કરી શકશે.
દ્વાદશ ભાવ – વ્યય, હાનિ, દંડ અને રોગના બારમા ભાવનો સૂર્ય એના મિત્ર ગુરુની મીન રાશિમાં છે. એ વધુ ખર્ચ કરાવશે અને બાહ્ય સ્થાનો સાથે ઘણો સારો સંબંધ રખાવશે. જિવનનિર્વાહ માટે બુદ્ધિને કસવી પડશે. સંતાન પક્ષે ચિંતા રહેશે અને પ્રસંગોપાત નુકશાન પણ ઉઠાવવું પડશે.
આ સ્થાનનો સૂર્ય છઠ્ઠા સ્થાનમાં એના મિત્ર બુધની કન્યા રાશિ પર દ્રષ્ટિ કરે છે. આથી જાતક નિર્ભિક રહી શત્રુને પરાજિત કરશે.