ગ્રહોનાં છ પ્રકારનાં બળ હોય છે.
(૧) સ્થાનબળ (૨) દિગ્બળ (૩) કાળબળ (૪) નૈસર્ગિક બળ (૫) ચેષ્ટાબળ (૬) દ્ગ્બળ
(૧) સ્થાનબળ – જે ઉચ્ચ હોય સ્વગ્રહી, મિત્રગ્રહી અથવા મૂલ ત્રિકોણમાં હોય તે સ્થાન બળી કહેવાય છે.
ચ્ંદ્ર અને શુક્ર સમ રાશિમાં-વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, મકર અને મીનમાં અને બીજા ગ્રહ સૂર્ય, મંગળ, બુધ, ગુરૂ, શનિ, રાહુ, કેતુ, વિષમ રાશિમા-એટલે મેષ, મિથુન, સિંહ, તુલા ધન અને કુંભમાં હોય તો બળવાન થાય છે.
(૨) દિગ્બળ – જન્મકુંડળીમાં પ્રથમ ભાવને પૂર્વ દિશા, ચતુર્થ ભાવને ઉત્તર દિશા, સપ્તમ ભાવને પશ્ચિમ દિશા અને દશમ ભાવને દક્ષિણ દિશા માનવામાં આવે છે. બુધ અને ગુરૂ પ્રથમ ભાવમાં હોય તો ચંન્દ્ર અને શુક્ર ચતુર્થ ભાવમાં, શનિ સાતમાં અને સૂર્ય અને મંગળ દશમાં ભાવમાં દિગ્બલી હોય છે.
(૩) કાળબળ – જાતકનો જન્મ રાત્રિમાં થયો હોય તો ચન્દ્રમા, શનિ અને મંગળ કાળબળી હોય છે. દિવસમાં જન્મ થયો હોય તો સૂર્ય, બુધ અને શુક્ર કાળબલી હોય છે. ગુરૂ સર્વકાળ બલી છે.
(૪) નૈસર્ગિક બળ – શનિ, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, ચન્દ્ર, સૂર્ય ઉત્તરોત્તર એકબીજાથી બળવાન હોય છે; એટલે કે શનિથી મંગળ; મંગળથી બુધ; બુધથી ગુરૂ; ગુરૂથી શુક્ર; શુક્રથી ચંદ્ર; ચંદ્રથી સૂર્ય અધિક બળવાન હોય છે.
(૫) ચેષ્ટાબળ – મકર રાશિથી મિથુન રાશિ સુધી કોઈપણ રાશિમાં હોતાં સૂર્ય તથા ચંદ્ર અગ્રબલી હોય છે. મંગળ, બુધ, ગુરૂ, શુક્ર તથા શનિ ચંદ્રમાની સાથે હોતાં ચેષ્ટાબલી હોય છે.
(૬) દ્દગ્બળ – જે પાપ ગ્રહો પર શુભ ગ્રહોની દ્રષ્ટિ પડે છે, તે દ્રષ્ટિનું બળ પામીને તેઓ દ્દગ્બલી થાય છે.
20/12/2018 at 11:36 એ એમ (am)
Very nice info but let me know to all how to calculate it and how it can be used.
LikeLike