પ્રથમ ભાવ :
એને લગ્ન, તનુ, વપુ, અંગ, ઉદય, આત્મા, કેન્દ્ર એ પ્રથમ ભાવ કહે છે. પ્રથમ ભાવ દ્વારા જાતકનાં સ્વરૂપ, જાતિ, આયુ, આકૃતિ, વિવેક, શીલ, સુખદુઃખ અને શીર્ષની બાબતમાં વિચારાય છે.
આ ભાવનો કારક સૂર્ય છે. એમાં મિથુન, કન્યા તથા કુંભમાંથી કોઇ રાશિ હોય તો તે બળવાન મનાય છે. લગ્નેશની સ્થિતિ અને બલાબલ પ્રમાણે જાતકની ઉન્નતિ, અવનતિ અને કાર્યકુશળતા વિષે જાણી શકાય છે.
દ્વિતિય ભાવ :
એને ધન, અર્થ, કોશ, વિષ, દ્રવ્ય, કુટુંબ, સ્વ, પણફર અથવા દ્વિતિય ભાવ કહે છે. આ ભાવનો કારક ગુરુ છે.
આ ભાવ દ્વારા જાતકનાં સ્વર, સૌંદર્ય, આંખ, નાક, કાન, ગાયન, પ્રેમ, કુળ, મિત્ર, સત્યવાદિતા, સુખોપભોગ, બંધન, ક્રય – વિક્રય, સુવર્ણ, ચાંદી, મણિ, રત્ન આદિ સંચિત દ્રવ્ય પર વિચાર થાય છે.
તૃતિય ભાવ :
એને સહજ, પરાક્રમ, ભ્રાતૃ, ઉપચય, દુશ્વિક્ય, આપોકિલમ તથા તૃતિય ભાવ કહે છે. એનો કારક મંગળ છે.
આ ભાવ દ્વારા જાતકનાં પરાક્રમ, કર્મ, સાહસ, ધૈર્ય, શૌર્ય, સહોદર, નોકર, ચાકર, યોગાભ્યાસ, શ્વાસ, દમ, ક્ષય આદિ રોગો સંબંધી વિચાર થાય છે.
ચતુર્થ ભાવ :
એને સુહ્રદ, સુખ, ગ્રહ, તુર્ય, હિબુક, વાહન, યાન, નીર, અમ્બુ, બન્ધુ, પાતાળ, કેન્દ્ર અથવા ચતુર્થ ભાવ કહે છે. આ ભાવનો કારક ચંદ્ર છે.
આ ભાવ દ્વારા જાતકનાં સુખ, ગૃહ, ગ્રામ, સંપત્તિ, મકાન, બાગબગીચા, ચાર પગવાળાં પ્રાણી, માતાનું સુખ, અંતઃકરણ, દયા, ઉદારતા, છળ, કપટ, નિઘિ, લીવર અને પેટના રોગ સંબંધી વિચાર થાય છે.
પંચમ ભાવ :
એને પુત્ર, સુત, તનુજ, બુદ્ધિ, વિધા, આત્મજ, વાણી, પણફર, ત્રિકોણ અથવા પંચમ ભાવ કહે છે. આ ભાવનો કારક ગુરુ છે.
આ ભાવ દ્વારા જાતકની બુદ્ધિ, વિધા, વિનય, નીનિ, દેવભક્તિ, પ્રબન્ધ, વ્યવસ્થા, આકસ્મિક ધનપ્રાપ્તિ, નોકરી, પરિશ્રમનો યશ, સંતાનસુખ, મૂત્રપિણ્ડ, બસ્તિ, ગર્ભાશય વગેરે સબંધી વિચારાય છે.
ષષ્ઠ ભાવ :
એને રિપુ, દ્વેષ, શત્રુ, વૈરી, ક્ષત, રોગ, નષ્ટ, ત્રિક, ઉપચય, આપોકિલમ અથવા ષષ્ઠ ભાવ કહે છે. આ ભાવનો કારક મંગળ છે.
આ ભાવ દ્વારા જાતકનાં શત્રુ, ચિંતા, સંદેહ, જાગીર, મોસાળ પક્ષ, યશ, પીડા, ગુદાસ્થાન, રોગ સંબંધી વિચારાય છે.
સપ્તમ ભાવ :
એને જાયા, સ્ત્રી, મદન, કામ, સૌભાગ્ય, ધુત, કેન્દ્ર અથવા સપ્તમ ભાવ કહે છે. એનો કારક શુક્ર છે.
આ ભાવ દ્વારા જાતકની સ્ત્રી, કામેચ્છા, મૃત્યુ, સહવાસ, વિવાદ, સ્વાસ્થ્ય, ગુહ્યાંગ, વ્યવસાય, કલહ અને જાતીય રોગો વિષે વિચારાય છે. આ ભાવમાં વૃશ્વિક રાશિ હોય તો તે બળવતર થાય છે.
અષ્ટમ ભાવ :
એને આયુ, ત્રિકૂ, રન્ધ્ર, જીવન, ચતુરસ, પણફર અથવા અષ્ટમ ભાવ કહેવાય છે. આ ભાવનો કારક શનિ છે.
આ ભાવ દ્વારા જાતકના આયુ, જીવન, મૃત્યુ, મૃત્યુનાં કારણ, વ્યાધિ, માનસિક ચિંતા, અસત્ય, સમુદ્રયાત્રા, સંકટ, લિંગ, યોનિ, અંડકોષ આદિના રોગ વિષે વિચારય છે.
નવમ ભાવ :
એને ધર્મ, પુણ્ય, ભાગ્ય, ત્રિકોણ તથા નવમ ભાવ કહે છે. આ ભાવનો કારક ગુરૂ છે.
આ ભાવ દ્વારા જાતકનાં તપ, શીલ, ધર્મ, વિધા, પ્રવાસ, તિર્થયાત્રા, દાન, માનસિક વૄત્તિ, ભાગ્યોદય, જ્ઞાન વિષે વિચારાય છે.
દશમ ભાવ :
એને વ્યોમ, ગગન, નભ, રવ, મઘ, આસ્પદ, માન, આજ્ઞા, વ્યાપાર, કેન્દ્ર તથા દશમ ભાવ કહે છે. આ ભાવનો કારક બુધ છે.
આ ભાવ દ્વારા જાતકના પરાક્રમ, અધિકાર, એશ્વર્ય, યશ, નેતૃત્વ, પ્રભુતા, પ્રતિષ્ઠા, રાજ્ય, નોકરી, વ્યવસાય અને પિતૃસુખ સંબંધી વિચારાય છે.
આ ભાવમાં મેષ, સિંહ, વૃષભ અને મકર રાશિનો પૂર્વાર્ધ અને ધન રાશિનો ઉત્તરાર્ધ એને બળવાન બનાવે છે.
એકાદશ ભાવ :
એને લાભ, આયુ, ઉત્તમ, ઉપચય, પણફર તથા એકાદશ ભાવ કહે છે. આ ભાવનો કારક ગુરુ છે.
આ ભાવ દ્વારા જાતકની સંપત્તિ, એશ્વર્ય, માંગલિક કાર્ય, વાહન, રત્ન, સંપત્તિની પ્રાપ્તિ સંબંધી વિચારાય છે.
દ્વાદશ ભાવ :
એને વ્યય, પ્રાન્ત્ય, ત્રિક, રિષ્કૃ, અન્તિય અથવા દ્વાદશ ભાવ કહે છે.
આ ભાવ દ્વારા જાતકની હાનિ, વ્યય, દંડ, વ્યસન, રોગ, દાન, બાહ્ય સંબંધો વગેરે સંબંધી વિચારાય છે.
16/10/2014 at 11:06 એ એમ (am)
25/12/1974 mari rashi su che janao plz mari jode time nathi su karvu problem bhu che
LikeLike
29/10/2014 at 8:57 એ એમ (am)
HAR MAHADEV KAPILJI
GIVE ME INFORMATION MY JANMAKSHAR
MY D.O.B. 05/05/1984 AND TIME IS 2:PM PLACE-CHHATRAL, NORTH GUJARAT
LikeLike
03/11/2014 at 2:25 પી એમ(pm)
Maru.nam.dilip che mari birthdate 17/6/57 sanje 6:45 noche maru bhavisya batavsho
LikeLike
22/11/2014 at 5:36 પી એમ(pm)
kem cjho
LikeLike
14/05/2015 at 10:52 એ એમ (am)
mahadev harrrrrrrrrrrrr
LikeLike
01/07/2015 at 11:25 એ એમ (am)
devayar pandit na fathar nu name
LikeLike
01/07/2015 at 11:27 એ એમ (am)
Devayar pandit na fathar nu name su hatu
LikeLike
18/09/2015 at 6:04 એ એમ (am)
D.o.b 4/7/2015se janm samy 2pm se pz bhvisy vatao
LikeLike
30/06/2016 at 7:53 પી એમ(pm)
Hi
Mane mari kundli par thi mari agar ni life vaise janavo.
Sari job kyare malse? Kam pramane pagar nathi malto.
Potanu ghar kyare thase?
Atkela rupiya pa6a avse?
Javab Gujarati ma apva vinanti.
Name : Trivedi jay bhupendrakumar.
Birth date :03/04/1986.
Birth time :9:50 am.
Birth place :surendranagar,
State :Gujarat
Country :India
LikeLike
02/07/2016 at 1:13 પી એમ(pm)
contact me 9930659965
LikeLike