(૧) મેષ રાશિ
– પુરુષ જાતિ, લાલ રંગ, નિસ્તેજ, ક્ષત્રિય વર્ણ અને પૂર્વ દિશાની અધિષ્ઠાત્રી છે. ચર સંજ્ઞક, અગ્નિતત્ત્વ, પિત્ત પ્રકૃત્તિ અને અલ્પ સંતતિવાળી રશિ છે. મેષ રાશિવાળા જાતક અહંકારી, જિદ્દી, સાહ્સી, મહત્વકાંક્ષી અને નેતૃત્વ શક્તિવાળા હોય છે. આ રાશિ દ્વારા મસ્તકનો વિચાર થાય છે. સેનાપતિ, સૈનિકો, નેતાઓ આ રાશિમાં આવે છે.
(૨) વૃષભ રાશિ
– સ્ત્રી જાતિ, શ્વેતગૌર વર્ણ, કાંતિમાન, વૈશ્યવર્ણ, અને દક્ષિણ દિશાની અધિષ્ઠાત્રી છે. ભૂમિતત્ત્વ, સ્થિર સંજ્ઞક, શિથિલ શરીરવાળી અને શુભકારક છે. આ રાશિના જાતકો વૈભવ અને વિલાસપ્રિય હોય છે. આત્મકેન્દ્રી હોવા છતાં દક્ષ અને વ્યાવહારિક હોય છે. આ રાશિ દ્વારા મુખ અને કપોલોને વિચાર થાય છે. સમૃદ્ધ કિસાનો, ફળફુલનો ઉધોગ કરનારા આ રાશિમાં આવે છે.
(૩) મિથુન રાશિ – પુરુષ જાતિ, હારિતવર્ણ, સ્વરૂપવાન, શૂદ્રવર્ણ અને પશ્ચિમ દિશાની અધિષ્ઠાત્રી છે. વાયુતત્ત્વ, દ્રિસ્વભાવ અને મધ્યમ સંતતિવાળી છે. આ રાશિના જાતકો લલિતકલાસંપન્ન, વાકચતુર, વિદ્વાન અને ગ્રંથકારો હોય છે. આ રાશિ દ્વારા શરીરના ખભા અને બાહુઓનો વિચાર થાય છે. લેખકો, પ્રોફેસરો, વક્તાઓ, ધુતજ્ઞ અને કારકુનો આ રાશિમાં આવે છે.
(૪) કર્ક રશિ – સ્ત્રી જાતિ, ગૌરવર્ણ, મોહક, વિપ્રવર્ણ અને ઉત્તર દિશાની અધિષ્ઠાત્રી છે. જલતત્ત્વ અને ચરસંજ્ઞક, સૌમ્ય અને બહુ સંતતિવાળી આ રાશિ છે. આ રાશિના જાતકો અભિનયકળાસંપન્ન, વિધાભિરુચિવાળા, લલિતકલાપ્રેમી, વત્સલ અને વિલાસપ્રિય હોય છે. આ રાશિ દ્વારા વક્ષઃસ્થળ અને ગુર્દાનો વિચાર થાય છે, જળ્સંપત્તિનો વ્યાપાર કરનાર, નાવિકો અને વહાણવટીઓનો આ રાશિમાં સમાવેશ થાય છે.
(૫) સિંહ રાશિ –પુરુષ જાતિ, ગૌર – કેસરી વર્ણ, આકર્ષક, ક્ષત્રિય વર્ણ અને પુર્વ દિશાની અધિષ્ઠાત્રી છે. પિત્ત પ્રકૃતિ અને અગ્નિતત્ત્વ, પુષ્ટ શરીર, વિશાળ સ્કંધ અને તેજસ્વી સ્વભાવની આ રાશિ અલ્પ સંતતિવાળી છે. ઉદાર અને સ્વાતંત્ર્યપ્રિય છે. અમલદાર, રાજનીતિજ્ઞો, સેનાનીઓનો આ રાશિમાં સમાવેશ થાય છે. આ રાશિ દ્વારા હ્ર્દયનો વિચાર થાય છે.
(૬) કન્યા રાશિ – સ્ત્રી જાતિ, પિત્તશ્યામ વર્ણ, દ્વિસ્વભાવ, વૈશ્યવર્ણ અને દક્ષિણ દિશાની અધિષ્ઠાત્રી છે. વાયુ અને શીત પ્રકૃતિવાળી પૃથ્વી તત્ત્વની આ રાશિ અલ્પ સંતતિવાળી છે. શાંત કુનેહબાજ, ચતુર અને ચકોર આ રાશિના જાતકો વાચાળ અને વિચારક હોય છે. આત્મસન્માન અને સ્વઉન્નતિ માટે વિશેષ પ્રયત્નશીલ હોય છે. સધારણ વ્યાપારી, જાસુસો, ખાણ અને પ્રકાશન સાથે સંબંધ ધરાવનાર અને કલાવન્ત લોકોનો આ રાશિમાં સમાવેશ થાય છે. આ રાશિ દ્વારા પેટનો વિચાર થાય છે.
(૭) તુલા રાશિ – પુરુષ જાતિ, શ્યામવર્ણ, ચરસંજ્ઞક, શૂદ્રવર્ણ અને પશ્ચિમ દિશાની અધિષ્ઠાત્રી છે. વાયુ તત્ત્વવાળી આ રાશિના જાતકો રસિક અને ચંચળ હોય છે. પરિવર્તનશીલ વિચારના આ જાતકો શાંત સ્વભાવના અને અલ્પ સંતતિવાન હોય છે. પર્યટકો, ન્યાયાલયમાં કામ કરનાર, ધીરધાર કરનારા લોકોનો આ રાશિમાં સમાવેશ થાય છે. આ રાશિ દ્વારા નાભિનાં નિચેનાં અંગોનો વિચાર થાય છે.
(૮)વૃશ્ચિક રાશિ – સ્ત્રી જાતિ, ધવલવર્ણ, સ્થિર સંજ્ઞક, બ્રાહ્મણવર્ણ અને ઉત્તર દિશાની અધિષ્ઠાત્રી છે. જળતત્ત્વવાળી, તમોગુણી આ રાશિ બહુ સંતતિવાન છે. આ રાશિના જાતકો સ્પષ્ટવક્તા, હઠી, દ્રઢ્પ્રતિજ્ઞ અને દંભી હોય છે. આ રાશિ દ્વારા ગુહ્યાંગોનો વિચાર થાય છે. રસાયણશાસ્ત્રીઓ, ડોક્ટર, વૈધ, ભાંજગડિયા, રાજસેવક, કુટિલ અને કાવત્રાબાજ, વંચક, વિલાસી લોકોનો આ રાશિમાં સમાવેશ થાય છે.
(૯) ધન રાશિ – પુરુષ જાતિ, કેસરીવર્ણ દ્વિસ્વભાવ, ક્ષત્રિયવર્ણ અને પૂર્વ દિશાની અધિષ્ઠાત્રી છે. પિત્ત પ્રકૃત્તિ અને અગ્નિ તત્ત્વવાળી, આ રાશિ અલ્પ સંતતિવાળી છે. આ રાશિના જાતકો ગૌર અને ગર્વિષ્ઠ હોય છે. દ્ઢ, ન્યાયી અને અધિકારપ્રિય હોય છે. આ રાશિ દ્વારા પગના ઉપરનો ભાગ જંઘાઓનો વિચાર થાય છે. કાવ્યકર્મી, શિલ્પી, કર્મકાંડી, વ્યાયાંવીરો, અધિકરીઓ વગેરેનો સમાવેશ આ રાશિમાં થાય છે.
(૧૦) મકર રાશિ – સ્ત્રી જાતિ, ગૌરવર્ણ, ચરસંજ્ઞક, વૈશ્યવર્ણ અને દક્ષિણ દિશાની અધિષ્ઠાત્રી છે. વાત પ્રકૃતિ અને પૃથ્વી તત્ત્વવાળી આ રાશિ અધિક સંતતિવાળી છે. આ રાશિના જાતકો વિચારશીલ, વ્યાવહરિક, ઉધમી, ધુની અને એકાંતપ્રિય હોય છે. આ રાશિ દ્વારા પગ ઘૂટણોનો વિચાર થાય છે. યંત્રઉધોગ કરનાર, સંગીતકારો, પ્રવાસીઓ, વન્ય પ્રાણીઓનો વ્યાપાર કરનાર, ખટપટિયાઓનો આ રાશિમાં સમાવેશ થાય છે.
(૧૧) કુંભ રાશિ – પુરુષ જાતિ, રક્ત-શ્યામ વર્ણના, શૂદ્રવર્ણ અને પશ્વિમી દિશાની અધિષ્ઠાત્રી છે. સ્થિર અને વાયુતત્ત્વવાળી આ રાશિ મધ્યમ સંતતિવાળી હોય છે. આ રાશિના જાતકો ગૂઢ અને ગંભીર વિચારના, તત્ત્વજ્ઞાની અને જીવનના સ્વતંત્ર અભિગમવાળા હોય છે. શાન્ત, સાત્ત્વિક, ધાર્મિક અને નાવીન્યના પ્રેમી આ રાશિના જાતકો હોય છે. આ રાશિ દ્વારા પેટનાં અવયવોનો વિચાર થાય છે. વકીલો, પ્રોફેસરો, વિધુત વ્યાપારીઓ, આવિષ્કારકો, ધીરધાર કરનાર અને મૂડીપતિઓનો આ રાશિમાં સમાવેશ થાય છે.
(૧૨)મીન રાશિ – સ્ત્રી જાતિ ગૌરવર્ણ દ્વિસ્વભાવ, વિપ્રવર્ણ અને ઉત્તર દિશાની અધિષ્ઠાત્રી છે. સત્ત્વગુણી અને જળતત્વવાળી આ રાશિ બહુ સંતતિપ્રધાન હોય છે. આ રાશિના જાતકો વિનમ્ર છતાં જાગૃત, ઉદાર છતાં ગણતરીબાજ, પરિવર્તનશીલ છતાં શિસ્તપ્રિય; વ્યવહાર અને વર્તનમાં ચપળ હોય છે. આ રાશિ દ્વારા પગનો વિચાર થાય છે. સમુદ્રપ્રિય, સાગરસફરી, જળતત્ત્વોનો ક્રયવિક્રય કરનાર, યાત્રા-પ્રવાસના આયોજકો હોય છે. મહાન કલાકારો, શિલ્પીઓ, નાટ્યકરો અને રાજપ્રમુખો જેવી પ્રતિભાવાન વ્યક્તિઓનો આ રાશિમાં સમાવેશ થાય છે.
મેષ; કર્ક; તુલા અને મકરને ચર રાશિ કહે છે.
વૃષભ; સિંહ; વૃશ્વિક અને કુંભને સ્થિર રાશિ કહે છે.
મિથુન; કન્યા; ધન અને મીનને દ્વિસ્વભાવ રાશિ કહે છે.
30/05/2011 at 12:32 પી એમ(pm)
hi,
LikeLike
19/08/2011 at 2:03 એ એમ (am)
baki ne rashi ne detail nakho ,i m mena rashi but not detail present
LikeLike
01/11/2011 at 6:19 પી એમ(pm)
my name is hiren haribhai patel dob 30/07/1973 and birthplace ahmedabad 14.05 pm so when my start the full progress and goto abroad ? currently i m very confuse and not properly working and wrong and negative thinks but i m try to possitive pls. gudie me what can i do ?
LikeLike
01/11/2011 at 6:22 પી એમ(pm)
my name is hiren haribhai patel dob 30/07/1973 and birthplace ahmedabad 14.05 pm so when my start the full progress and goto abroad ? currently i m very confuse and not properly working and wrong and negative thinks but i m try to possitive pls. gudie me what can i do ?
LikeLike
02/09/2012 at 12:41 પી એમ(pm)
brith date:-20-6-1994
brith time:- 6:45 PM
Brith Place:- Nari,Bhanagar,gujarat
LikeLike
09/04/2013 at 1:16 પી એમ(pm)
my name is gaurav haribhai dobariya.D.o.B.- 31/08/1985.Time :-09:05am. i want to my all details for my future ,so plz reply..ghpatel0786@gmail.com
LikeLike
26/04/2013 at 1:22 એ એમ (am)
my name shashikant my date of birth 18/08/1941 my birth plave JUNAGADH ( GUJARAT)INDIA19.55pm i am not happy long time by money and family pls reaply me by my e mail —avlani_shashikant@hotmail.com thanks
LikeLike
11/07/2013 at 6:24 એ એમ (am)
BIRTH DATE:07-09-1981 MONDAY
TIME: 8.00 A.M
PLACE:VADODARA
MARI JANM KUNDALI BANAVI AAPVA VINANTI
LikeLike
30/10/2013 at 8:04 એ એમ (am)
date of birth: 28-11-1982
place: gujarat-gandhinagar-mansa-charada
time: 4.15 morning
LikeLike
30/05/2016 at 10:45 એ એમ (am)
You have given a very good information in simple language and understanding
LikeLike
25/04/2020 at 5:36 પી એમ(pm)
Good
LikeLike