અશ્વિની, ભરણી તથા કૃત્તિકાના પ્રથમ ચરણથી મેષ રાશિ.

કૃત્તિકાનાં અંતિમ ત્રણ ચરણ, રોહિણી તથા મૃગશીર્ષનાં પ્રથમ બે ચરણથી વૃષભ રાશિ.

મૃગશીર્ષનાં અંતિમ બે ચરણ, આર્દ્રા તથા પુનર્વસુના ત્રણ ચરણથી મિથુન રાશિ.

પુનર્વસુનું અંતિમ ચરણ, પુષ્ય તથા આશ્લેષાથી કર્ક રાશિ.

મઘા, પૂર્વાફલ્ગુની તથા ઉત્તરાફાલ્ગુનીનાં પ્રથમ ચરણથી સિંહ રાશિ.

ઉત્તરાફલ્ગુનીનાં અંતિમ ત્રણ ચરણ, હસ્ત તથા ચિત્રાનાં પ્રથમ બે ચરણ થી કન્યા રાશિ.

ચિત્રાનાં અંતિમ બે ચરણ, સ્વાતિ તથા વિશાખાનાં પ્રથમ ત્રણ ચરણથી તુલા રશિ.

વિશાખાનું અંતિમ ચરણ અનુરધા તથા જ્યેષ્ઠાથી વૃશ્ચિક રાશિ.

મૂળ, પૂર્વાષાઢા તથા ઉત્તરાષાઢાનાં પ્રથમ ચરણથી ધન રાશિ.

ઉત્તરાષાઢાનાં અંતિમ ત્રણ ચરણ, શ્રવણ તથા ધનિષ્ઠાનાં પ્રથમ બે ચરણથી મકર રાશિ.

ધનિષ્ઠાનાં અંતિમ બે ચરણ, શતતારા તેમજ પૂર્વાભદ્રપદાનાં પ્રથમ ત્રણ ચરણથી કુંભ રાશિ.

પૂર્વાભાદ્રપદાનું અંતિમ ચરણ, ઉત્તરાભાદ્રપદા અને રેવતીથી મીન રાશિ થાય છે.

રોહિણી, મૃગશીર્ષ, મઘા, હસ્ત, સ્વાતિ, અનુરાધા ત્રણે ઉત્તરા, પુષ્ય, અશ્વિની, ધનિષ્ટા અને શ્રવણને શુભ ગણવામાં આવે છે. કૃત્તિકા, આર્દ્રા, આશ્લેષા, જ્યેષ્ઠા, મુળ આ નક્ષત્રો અશુભ ગણાય છે. જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્રોમાં જન્મેલા માટે શાંતિ કરાવવી પડે છે.

ધનિષ્ઠાથી રેવતી સુધીના નક્ષત્રસમુહને પંચક કહેવામાં આવે છે.

આપણી વૈદિક જ્યોતિષ પરંપરા નક્ષત્રો પર આધારિત છે. આપણા આચાર્યોએ નક્ષત્રોના આધારે જ ફળકથન કર્યું છે. આપણી દશા, મહાદશા નક્ષત્રો પર જ આધારિત છે, છતાં આજે રાશિઓ નક્ષત્રો જેટલું જ મહત્વ ધરાવે છે. પૂર્વ-પશ્ચિમના જ્યોતિષ સિદ્ધાંતોનો સંપર્ક એટલો વ્યાપક બન્યો છે કે નિરયન કે સાયન પદ્ધતિમાં રાશિનું મહત્વ ઘણું જ વધી ગયું છે અને આપણી સમન્વય દ્રષ્ટિએ એને આવકારી, આપણા જ્યોતિષશાસ્ત્રનું અનિવાર્ય અંગ બનાવી દીધી છે.

જાતકોનું નામકરણ આપણે ચંદ્રની રાશિ પર પાડીએ છીએ. પહેલાં નક્ષત્રોનાં ચરણો પરથી નામ પાડવામાં આવતાં. આજકાલ સૂર્ય જે રાશિમાં હોય તે રાશિને જાતકની નામરાશિ ગણવામાં આવે છે. રાશિઓના નામના અક્ષરો નીચે પ્રમાણે છે.

મેષ : અ, લ, ઈ.  વૃષભ : બ, વ, ઉ.  મિથુન : ક, છ, ઘ.

 કર્ક : ડ, હ.              સિંહ : મ, ટ.            કન્યા : પ, ઠ, ણ.

તુલા : ર, ત.           વૃશ્ચિક : ન, ય.           ધન : ભ, ફ, ધ.

મકર : ખ, જ.         કુંભ : ગ, શ.           મીન : દ, ચ, ઝ, થ.

સાયન પદ્ધતિ પ્રમાણે સૂર્યની સંક્રાન્તિનો  સમય નિશ્ચિત હોય છે એટલે જન્મસમયની પ્રવર્તિત સૂર્યજાતિનું નામ જાતકને આપવામાં આવે છે. સૂર્ય રશિનાં અંગ્રેજી નામો અને તારીખો નીચે મુજબ છે.

     મેષ                     ARIES                                     ૧૩ એપ્રિલ થી ૧૩ મે

વૃષભ                  TARUS                                     ૧૩ મે થી ૧૨ જુન

          મિથુન                 GEMINI                                    ૧૩ જુન થી ૧૩ જુલાઈ

                કર્ક                     CANCER                                   ૧૪ જુલાઈ થી ૧૪ ઓગસ્ટ

                  સિંહ                    LEO                                          ૧૫ ઓગસ્ટ થી ૧૪ સપ્ટેમ્બર

                        કન્યા                  VIRGO                                       ૧૫ સપ્ટેમ્બર થી ૧૪ ઓક્ટોબર

                        તુલા                   LIBRA                                        ૧૫ ઓક્ટોબર થી ૧૪ નવેમ્બર

                      વૃશ્વિક                  SCORPIO                                   ૧૫ નવેમ્બર થી ૧૪ ડિસેમ્બર

                    ધન               SAGGITARIES                         ૧૫ ડિસેમ્બર થી ૧૩ જાન્યુઆરી

                     મકર                CAPRICORN                            ૧૪ જાન્યુઆરી થી ૧૨ ફેબ્રુઆરી

               કુંભ                    AQUARUS                                   ૧૩ ફેબ્રુઆરી થી   ૧૩ માર્ચ

          મીન                   PICEES                                      ૧૪ માર્ચ થી ૧૨ એપ્રિલ

Advertisements