ભારત અનેક આશ્ચર્યોનો દેશ છે. એની સંપત્તિ અને શાસ્ત્રોથી આકર્ષાઈને અનેક વિદેશીઓ ભારતમાં આવે છે. મેઘાવી ઋષિમુનિઓનાં શાસ્ત્રોનો પરિચય થતાં ધન્યતા અનુભવે છે. આવા આશ્ચર્યોમાં ભારતીય જ્યોતિષશાસ્ત્ર સંસારનાં આશ્ચર્યોમાં પણ એક પરમ આશ્ચર્ય છે. આજના વૈજ્ઞાનિક યુગમાં વિદેશી પંડિતોએ જ્યોતિષશાસ્ત્રને બુદ્ધિની કસોટીએ ચઢાવીને, પ્રયોગ અને પરીક્ષણ કરીને, એની સત્યતા અનુભવી છે. એના અદભુત સિદ્ધાંત અને ફલકથન પર પ્રશંસાના પુષ્પો વેર્યા છે.
પિતામહ બ્રહ્માએ સૃષ્ટિના કલ્યાણ માટે એને જોતિષશાસ્ત્રનું વરદાન આપ્યું. સર્વ શાસ્ત્રોના શિરોમણિ જેવું આ શાસ્ત્ર વેદાંગરૂપે સર્વસ્વીકૃત બન્યું. વ્યાસ, વશિષ્ઠ, નારદ, પારાશર, ભૃગુ, ચ્યવન, અંગિરસ, જૈમિની, ગર્ગ, શૌનિક, બૃહસ્પતિ, પરશુરામ, મય, વરાહમિહિર, આર્યભટ્ટ આદિ ઋષિઓએ અને આચાર્યોએ દિવ્ય, અંતરિક્ષ અને ભૌમનું અહોરાત્ર અવલોકન કરી ચિંતન, મનન, નિરીક્ષણ, પરીક્ષણ કરી, જ્યોતિપિંડોની ગતિ અને સ્થિતિના આધારે, પિંડ અને બ્રહ્માંડના સંબંધોના રહસ્યમય સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું. એના આધારે ભૂત, વર્તમાન અને ભાવિના ભેદ ઉકેલ્યા. અગમ્ય અને અગોચર ગણાતું આ જ્યોતિષશાસ્ત્ર લોકાદર લોકપ્રિયતા પામ્યું.
ભારતીય જ્યોતિષના અસંખ્ય ગ્રંથ મહાકાલના પ્રવાહોમાં નષ્ટ થયા છે, છતાં આજ જે સ્થિતિ અને સંખ્યામાં એ ઉપલબ્ધ થાય છે, એ પણ સંસારનું એક પરમ આશ્ચર્ય છે. આનું શ્રેય અકિંચન અવસ્થામાં રહી, ત્યાગમય જીવન ગાળનાર વિધાવ્યાસંગી વિદ્ધનોને છે. રાજ્યાશ્રય અને લોકાશ્રય પામેલી આ વિધાનું કાળના ક્રૂર પ્રવાહ સામે અનેક મરજિવાઓએ જીવનના ભોગે રક્ષણ કર્યુ છે. પ્રાચીન વિધાના પુનરૂત્થાનના આ યુગમાં દિનપ્રતિદિન ભારતીય જ્યોતિષશાસ્ત્રનાં મહાન સત્યો અને મહાગ્રંથો પ્રકાશમાં આવતા જાય છે અને આપણે મેઘાવી આર્ય જ્યોતિષીઓની પ્રતિભાને શતશત વંદન કરીએ છીએ.
ભારતીય જ્યોતિષ શાસ્ત્રના સિદ્ધાંત, સંહિતાને હોરા-એવા ત્રણ પ્રમુખ વિભાગ છે. સિદ્ધાંત ગ્રંથ પણ કહે છે. દિનપ્રતિદિન વ્યવહારમાં ઉપયોગી પંચાગમાંનાં ગ્રહોની ગતિ અને સ્થિતિની ગણના માટે આ ગ્રંથોની રચના થઈ છે. અવલોકન અને અભ્યાસથી અંતર્જ્ઞાન અને આંતરદ્રષ્ટિથી આકાશમાં ભ્રંમણ કરતા જ્યોતિપિંડોની ગતિ અને સ્થિતિનું અદભુત અને પ્રાકૃતિક પ્રભાવનું કથન ભારતીય જ્યોતિષીઓએ કર્યું છે. મુહૂર્તરૂપે આપણા દૈનંદિન વ્યવહારમાં આ જીવંત શાસ્ત્ર વણાઈ ગયું છે. બૃહદ્દસંહિતા, લીલાવતી સિદ્ધાંત શિરોમણી. સૂર્યસંહિતા જેવા ગ્રંથોનો એમાં સમાવેશ થાય છે.
હોરા એ કુંડલીઓનું શાસ્ત્ર છે. આકાશમંડલમાં સ્થિત ગ્રહોની સ્થિતિ, ગતિ, નક્ષત્રો-રાશિઓમાં એવું વિભાજન, એનાં બળાબળ, યોગોસંયોગોના આધારે શુભાશુભ ફલકથન, સંસ્કાર મુહુર્તોનું કથન વગેરે હોરાશાસ્ત્રમાં સમાયેલું છે. બૃહદ પારાશરી હોરાશાસ્ત્ર, બૃહદ જાતક, પારિજાત સારાવલી આદિ ગ્રંથો, જાતકનાં લક્ષણો અને ભાવિકથન માટે ઘણાં જ ઉપયોગી છે.
પરંતુ જ્યોતિષશાસ્ત્રના અભ્યાસીઓ અને સામાન્ય જનતાનું પરમ આકર્ષણ તો સંહિતા ગ્રંથો જ રહ્યા છે. સંહિતા અને નાડીગ્રંથોની ભૂજપત્ર અને તાડપત્ર પર લખાયેલ સેંકડો પોથીયો, પુસ્તકાલયોમાં અને કેટલીક વ્યક્તિઓ પાસે પણ ઉપલબ્ધ છે. સંહિતાઓ જ્યોતિષના સર્વજ્ઞાન સંગ્રહ જેવી છે. આવા લોકપ્રિય અને પ્રચલિત ગ્રંથોમાં કાલક્રમે પરિવર્તન અને પ્રક્ષિપ્ત અંશો પણ જોવા મળે છે. ભૂગુસંહિતા, નારદસંહિતા, રાવણસંહિતા, શુક્રનાડી, નંદીનાડી, ધ્રુવનાડી આદિ ગ્રંથો પૂર્ણરૂપે તો ઉપલબ્ધ નથી, છતાં એમાં આલેખિત જ્યોતિષનાં શાશ્વત સત્યો ઋષિમુનિઓની અદભૂત ક્રાન્ત દ્રષ્ટિનું જ ફળ છે. સંહિતા અને નાડીગ્રંથોમાં કુંડલીઓનાં આધારે વ્યક્તિના પૂર્વજન્મ આ જન્મ અને ભવિષ્યનું અદભુત કથન કરવામાં આવ્યું છે. પ્રત્યેક વ્યક્તિની જન્મકુંડલી પણ પ્રાયઃ સંહિતામાં મળી આવે છે.
આ સંહિતાઓમાં ભૃગુસંહિતા ગ્રંથમણિ છે. સમગ્ર ભારતમાં વિવિધ સ્વરૂપમાં અને ભિન્ન ભિન્ન લિપિઓમાં પ્રાપ્ય એની હસ્તપ્રતો જ એનું સાર્વભૌમત્વ અને જનપ્રિયતા સિદ્ધ કરે છે. જમ્મુની સરકારી લાયબ્રેરીમાંની એની પ્રતમાં ૧,૬૦,૦૦૦ શ્લોકો અને ૨,૩૦૦ કુંડળીઓ છે. પશ્ચિમ જર્મનીમાં લીપઝીક પુસ્તકાલયમાં પણ એની પ્રત છે. આ ઉપરાંત તાંજોર, વારાણસી, વડોદરા, મદ્રાસ, રાજમહેન્દ્રી આદી પુસ્તકાલયોમાં પણ એની હસ્તપ્રતો પ્રાપ્ય છે.
26/01/2008 at 12:03 પી એમ(pm)
જ્યોતિષ શાસ્ત્રના રસિકોને આ ગમવું જોઇએ,
LikeLike
26/01/2008 at 2:46 પી એમ(pm)
I will wait for more articles on this. Please, keep me updated with it.
Congratulations!
LikeLike
26/01/2008 at 2:58 પી એમ(pm)
Wish you best luck.
LikeLike
26/01/2008 at 4:31 પી એમ(pm)
abhinandan Kapilbhai
saras kam haathama dharyu chhe.
Niymit rahesho to vachak varg Takelo raheshe
Vijay Shah
http://www.vijayshah.gujaratisahityasarita.org
LikeLike
26/01/2008 at 6:22 પી એમ(pm)
Interesting idea..!
what about Copyrights of the book??
LikeLike
27/01/2008 at 5:35 પી એમ(pm)
ભાઈ કપિલ,
જ્યોતિષશાસ્ત્ર પ્રત્યે તારો લગાવ જોઈને આનંદ થયો. મેં જ્યોતિષશાસ્ત્રનો થોડો ઘણો અભ્યાસ કર્યો છે અને જાત-અનુભવથી એવા નિશ્કર્ષ પર પહોંચ્યોં છું કે આ શાસ્ત્રમાં ચોક્કસ કંઈક તો તથ્ય છે. પણ આ વિષય ઊંડો અભ્યાસ માગી લે એવો છે. જ્યોતિષને કહેવાતા જ્યોતિષો એ જેટલું નુક્સાન કર્યું છે એટલું કોઈ એ કર્યું નથી. તારો બ્લૉગ વડે જ્યોતિષની સેવા જ થશે એવી આશા રાખું છું.
બ્લૉગજગતનો વિસ્તાર થયો છે ત્યારથી અસહિષ્ણુ બ્લૉગર્સ અને વાચકોના પ્રમાણમાં પણ કંઈક અંશે વધારો થયો છે. તે જ્યોતિષ જેવો વિવાદાસ્પદ વિષય છેડ્યો છે ત્યારે એમની અસહિષ્ણુતાનો અનુભવ તને પણ થઈ શકે છે, તો એ માટે તૈયારી રાખજે.
ઊર્મિના પ્રશ્નનો જવાબ લખી દઉં. ભૃગુ ઋષીએ લખેલી આ સંહિતા હજારો વર્ષ જૂની છે, જેના વિશે જાતજાતની દંતકથાઓ પ્રચલિત છે. મૂલતઃ બાર રાશિ, નવ ગ્રહ અને બાર જન્મલગ્ન (એક જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ મહત્વની રાશિ) આ બધાના permutations થી કૂલ મળીને લગભગ દોઢ લાખ જેટલી જન્મપત્રિકાઓ બની શકે. ભૃગુ ઋષીએ આટલી પત્રિકાઓ ભેગી કરી એમનો એક databse બનાવ્યો હતો અને એ પત્રિકાવાળી વ્યક્તિનું જીવન કેવું હશે એ અંગે માહિતી આપી હતી. આ ગ્રંથ ભૃગુસંહિતાને નામે ઓળખાય છે. મૂળ ગ્રંથ આજે ઉપલબ્ધ નથી પણ ઘણા લોકો એની પ્રત પોતાની પાસે હોવાનો દાવો કરે છે.
આપણા પૌરાણિક ગ્રંથો અપૌરુષેય કહેવાય છે. પુરુષનો સંસ્કૃત અર્થ ભોગવાવાળો (enjoyer) એવો થાય છે. કારણ કે આ ગ્રંથોના રચયિતાઓ વ્યક્તિગત સ્વાર્થથી ઉપર ઊઠેલા હતા, વ્યક્તિગત વાસના સંતોષવાની ઈચ્છા એમને ન હતી, તેથી જ આ ગ્રંથો અપૌરુષેય કહેવાયા. એ લોકોએ copyrightની ઝંઝટમાં પડ્યા વગર કામ કર્યું. પણ કપિલ, જો તું કોઈ આધુનિક પુસ્તકનો આધાર લેવાનો હોય, તો copyright વિશે જરૂરથી વિચાર કરજે.
LikeLike
31/01/2008 at 12:17 પી એમ(pm)
તમારા દરેકના સહકાર બદલ હુ સૌનો ખુબ ખુબ આભાર માનુ છું
અને આ એક હજારો વર્ષ જુનો ગ્રંથ હોવાથી મને કોઈ copyrightના નિયમો નહિ નડે.
આમા હું કોઈ આધુનિક પુસ્તકનો સહારો લેવાનો નથી.
અને આ બ્લોગ એક સેવાભાવથી જ બનાવ્યો છે.
LikeLike
06/02/2008 at 1:01 પી એમ(pm)
કાર્ય સારું છે.જેને રસ છે તે તો વાંચશે જ.વિષયમાં રસ
લેનાર કેટલાં નવાં આમાંથી પેદા થશે તે તમારા પ્રયત્નની
સફળતા ગણાશે.
અભિનંદન !
LikeLike
07/02/2008 at 7:49 એ એમ (am)
khare khar khub j aand thay tewu kary karyu chhe
tatha tamari pase thi awwij apeksha sah
sewa bhawana
LikeLike
07/02/2008 at 4:10 પી એમ(pm)
okkk me hamana j jyotish sikhvanu chalu kariu che kadach mane vadhare aadhar malse…
LikeLike
20/02/2008 at 5:25 પી એમ(pm)
I have included this blog on Samelan.
http://www.forsv.com/samelan/
LikeLike
03/03/2008 at 9:12 એ એમ (am)
કપિલભાઈ,
આગળના લેખોની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું, કારણ કે મને જ્યોતિષમાં શ્રદ્ધા તો છે જ, સાથોસાથ મેં જ્યોતિષના ઊંડા અભ્યાસી પાસેથી શીખ્યું પણ છે.
આભાર સહ,
-જયદીપ.
LikeLike
04/03/2008 at 11:26 એ એમ (am)
very good concept.
I will love to read.
LikeLike
06/03/2008 at 5:28 પી એમ(pm)
ખૂબ ખૂબ અભિનંદન ….! આ બ્લોગ દ્વારા બધા ને ભારતીય પૌરાણિક ગ્રંથમાં થી ઘણું જાણવા મળશે…!!!
LikeLike
08/03/2008 at 11:42 પી એમ(pm)
કપિલભાઈ,
ખૂબ ખૂબ અભિનંદન.ભારતીય પૌરાણિક ગ્રંથમાં થી ઘણું જાણવા મળશે.
LET US HOPE TO USE THE INFORMATION SYSTEM AND THIS GREAT SCIENCE IN DAILY INTERPERSONAL LIFE FOR PEACE AND HARMONY.
LikeLike
02/06/2008 at 11:04 એ એમ (am)
પ્રભુજી નમસ્કાર
મને તમારા આ કાર્ય માં બહુંજ રસ છે
અને બૃહદ ભૃગુ સંહિતા અને રાવણ સંહીતા બન્ને ના ૧ થી ૯ ખંડ છે
હું એક કુંડળી નું સર્ચ કરુ તો એક મહિના જેવો સમય લાગે અને માણસ ના જીવન મરણ તથા રોગો ના તાંત્રિક ઉપાય વગેરે આ ગ્રંથો મા આપેલા છે
મને તેમાં બહુ જ રસ છે
મે લોકોની કુંડ્ળીયો જોઇ છે પણ હજી મારી કુંડળી હજી ઉપર છલ્લી જોઇ છે
બાકી તમારા જેમ સેવા કરવા માં પહેલો નંબર……હો કે….
LikeLike
16/09/2008 at 4:55 પી એમ(pm)
very nice…………
i m really impress….
i want to learn more……
astrology is very deep subject……..
LikeLike
23/12/2008 at 3:58 પી એમ(pm)
sri kapilbhai, tamo daroj lakhavanu rakhasho, toj aa mahan granth no thodobhag lakhi sakasho, ane loko vachi ne temathi thodu samaji shakashe, chalu rakhasho. abhinandan. jaisadguru.
LikeLike
30/12/2008 at 12:27 પી એમ(pm)
are bhai mane to aa khub ja gamyu.tame vadhare aa vishe lakhsho tevi asha rakhu chu.tame pan ek rakhsk bano ane mane pan banavo…mare pan jyotish shikhvu che to mare shu karvu,,brigu samhita ,n surya samhita thi….
LikeLike
07/02/2009 at 4:42 એ એમ (am)
baho j saras side che.
LikeLike
01/04/2009 at 12:06 પી એમ(pm)
its science of older India and iots great for ever…
LikeLike
14/04/2009 at 2:20 પી એમ(pm)
i like this page ..
LikeLike
14/04/2009 at 2:40 પી એમ(pm)
it’s gr8 work by kapil, as i am also a fond of astrology,i was tryin to fidn many blogs for sharing and to obtain astro. knowldge, when i found this blog regarding bhrigu sanhita. i am surprised and also happy with your work mr.kapil. you can find some inspiration by visiting http://www.bhagavadgomandalonline.com . you can create website like that for bhrigu samhita, we all readers are with you, mail me for any kind a help
LikeLike
10/05/2009 at 4:38 પી એમ(pm)
i am astrologere in mumbai.if u require any help pl let me know.ur work is very good but it is very deficult too.
LikeLike
08/10/2009 at 8:22 એ એમ (am)
Brighu Samhita ni pustak ni je je copies duniya ma available che ae badha ne bhegi kari.. ne aek aevi website na banavi shakai ke jema badha ni kundli mali aave ???
Hu pote ae web developer chu aetle aavo khyal aavyo 🙂
LikeLike
09/12/2009 at 6:25 પી એમ(pm)
shri kapilbhai,mane nanapanthi aa shahitya game chhe.asha rakhu chhu ke tame badha adhayayni copy uplode karsho.jethi karine amane puru shahitya shikhava,ke vachava mali shake.me thodiganu joytish shashtranu gayn leedhu chhe.
tamne kyare bombayma mali shakay?
LikeLike
18/12/2009 at 3:19 પી એમ(pm)
i would really like to know about my past life (previous birth).
Can you suggest me the way?
LikeLike
15/01/2010 at 4:59 એ એમ (am)
જય માતાજી મને જ્યોતિશ સાસ્ત્ર મા ઘ્ણિ રુચિ છે મારા જેવા જિગ્નાસુ લોકો ને તમે ઘણા મદદ રુપ થસો એવિ આસા રાખુ છુ .
LikeLike
22/03/2010 at 6:42 પી એમ(pm)
jo nam rashi par thi na hoi to shu problem thai?
to shu te name badli nakhvu joye ?
LikeLike
15/04/2010 at 7:19 એ એમ (am)
mare antardasa vise janvu 6 mane jyotish ma ras 6
LikeLike
10/10/2010 at 7:59 એ એમ (am)
i want this book bhrug sanhita how can i get it? plz reply me by email ok
reply
Thanks
LikeLike
31/01/2011 at 7:03 એ એમ (am)
i like n i want to know how m i pls help me if u can
LikeLike
06/07/2012 at 6:35 એ એમ (am)
Kundali
kevi rite banavi te janavo
LikeLike
27/09/2012 at 8:42 એ એમ (am)
welldone Kapilbhai, kip it up
LikeLike
11/12/2013 at 3:57 એ એમ (am)
Hello Kapilbhai, I want to know about Bhrigu Mantra Maha Yagya, Gauri-Rudra yagya, and Dhenu Yagya. Can you please funish me with the details.my email id— tunna_mom@yahoo.com — Neeta
LikeLike
08/02/2014 at 8:29 એ એમ (am)
for save as bhrugu samhita read & study any softwear for kundali making etc
LikeLike
19/06/2014 at 9:16 એ એમ (am)
I know my married life & my future in gujarati language
LikeLike
19/06/2014 at 9:33 એ એમ (am)
I want to know my married life & my future in gujarati language
LikeLike
14/08/2014 at 3:33 પી એમ(pm)
Baobab says who knocked the door, door opens; who begs, he can get; those who findings he received. Like this I appreciate by your this great achievements, & thankful for it.
LikeLike
25/12/2014 at 5:21 એ એમ (am)
Nice
LikeLike
29/11/2015 at 4:51 એ એમ (am)
Mari Barth date 27.08.1991 time- 02.12
O4 che. Please- borsad, anand, gujarat che. Mara jivan vise jnavso.
LikeLike
07/04/2017 at 12:36 પી એમ(pm)
marage mate jvam apo hji thya nathi,amar shah
LikeLike
10/05/2017 at 1:32 પી એમ(pm)
JAI MATAJI
CALLME FOR PREDICTION AND UR PROBLEMS SOLUTION
9930659965
KAPILBHAI DAVE
LikeLike