મેષ લગ્નના ભિન્ન ભિન્ન ભાવોમાં ચંદ્રનું ફળ નીચે મુજબ છેઃ


પ્રથમ ભાવ –
પહેલા ભાવમાં ચંદ્ર એના મિત્ર મંગળની મેષ રાશિમાં રહ્યો છે, એના પ્રભાવથી જાતકને સુખ અને માનસિક શાંતિ મળશે. જાતક વિવેકી, બુધ્દિમાન, સુંદર શરીરવાળો અને ભૂમિ, મકાન અને ગૃહજીવનનું સુખ સારું પ્રાપ્ત કરશે. પ્રથમ ભાવનો ચંદ્ર એના સામાન્ય મિત્ર શુક્રની રાશિ તુલા પર દ્રષ્ટિ કરે છે, એટલે જાતકને વ્યવસાયમાં સફળતા અને સ્ત્રીસુખમાં પ્રસન્ન્તા મળશે.
મનનો સ્વામી ચંદ્દ જ્યારે કેન્દ્રમાં હોય ત્યારે જાતક પ્રસન્ન મનનો હોય છે. તે સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, ઉન્નતિ અને પ્રસન્ન દામ્પત્ય અનુભવે છે.


દ્વિતીય ભાવ –
બીજા ભાવમાં વૃષભનો ઉચ્ચ ચંદ્ર એના સામાન્ય મિત્ર શુક્રની રાશિમાં હોય તો જાતક ધનવાન અને જમીનજાયદાદવાળો થાય છે. જાતકના કુટુંબમાં પણ વૃધ્દિ થાય છે. જાતકને આ સ્થાનમાં માતૃસુખની કંઈક ઊણપ જણાય છે.
આ સ્થાનથી ચંદ્ર આઠમા સ્થાનમાં એના મિત્ર મંગળની વૃશ્ચિક રાશિ પર દ્રષ્ટિ કરે છે એટલે જાતકને આયુષ્ય, સ્વાસ્થ્ય અને આકસ્મિક પ્રાપ્તિમાં ઊણપ અનુભવાય છે. દૈનિક જીવનમાં પણ કંઈ અશાંતિ રહે છે.

તૃતીય ભાવ – ત્રીજે ચંદ્રમા એના મિત્ર બુધની મિથુન રાશિમાં છે. આથી જાતકને ભાઈ-બહેનોનું સુખ અને પરાક્રમની વૃધ્દિ થાય છે. જાતકની માનસિક સ્થિતિ પ્રબળ હોય છે. ભુમિ, મકાન વગેરેનું સુખ પ્રાપ્ત કરી આનંદમય જીવન ગાળે છે.
આ સ્થાનથી ચંદ્ર એના મિત્ર ગુરુની નવમે ધન રાશિને જુએ છે. એટલે જાતક વિદ્વાન, ભાગ્યશાળી, ધર્મી, દાની અને ઉદાર સ્વભાવવાળો થાય. જીવનમાં ધન અને યશની પ્રાપ્તિ કરી સદાચારી માર્ગે જીવન જીવે.

ચતુર્થ ભાવ –  ચોથા ભાવમાં ચંદ્ર સ્વરાશિ કર્કમાં સ્વક્ષેત્રી છે, એટલે માતા, ભૂમિ, મકાન, સંપત્તિ વગેરેનું સંપૂર્ણ સુખ જાતકને મળે છે. મનોરંજનનાં વિવિધ સાધન પણ જાતકને સદૈવ પ્રાપ્ત થાય.
 ચોથા ભાવથી ચંદ્ર શનિની મકર રાશિવાળા દસમા ભાવ પર દ્રષ્ટિ કરે છે, એટલે જાતકને પિતાથી અણબનાવ અને રાજકીય કાર્યોમાં કંઈ અધૂરપ જણાય. આ ભાવનો જાતક માતાથી સુખી, પિતાથી વિમુખ છતાં ધન, સંપત્તિ અને આનંદનો ઉપભોગ તો કરે જ છે.

પંચમ ભાવ – આ ભાવમાં ચંદ્ર એના મિત્ર સૂર્યની સિંહ રાશિમાં છે, એટલે જાતક વિદ્વાન બુદ્ધિમાન અને સન્તતિવાન થાય. એને સંપત્તિ, મકાન અને મનોરંજનનું સુખ મળે છે.

પાંચમા ભાવથી ચંદ્ર અગિયારમા ભાવમાં શનિની કુંભ રાશિ પર દ્રષ્ટિ કરે છે, એટલે જાતકને ધન, સંપત્તિ માટે સંઘર્ષ કરવો પડે, છતાં શાન્ત સ્વભાવથી સંઘર્ષમાં પણ તેને સફળતા મળે છે. આવા જાતકો શાંત, સંતોષી, ચતુર, સંપત્તિવાન, વિદ્વાન અને સતત સંઘર્ષરત રહી સફળ થનારા હોય છે.

ષષ્ઠ ભાવ – છઠ્ઠા સ્થાનનો ચંદ્ર  એના મિત્ર બુધની કન્યા રાશિમાં રહ્યો છે, એટલે જાતકના ગૃહજીવનમાં અધૂરપ અને અશાંતિ રહે છે; પરંત્તુ શત્રુ પક્ષ પર વિજયી થઈ ધૈર્ય અને વિનમ્રતાથી વિપત્તિઓને પડકારે છે.      

      છઠ્ઠા સ્થાનના ચંદ્રની દ્રષ્ટિ બારમા સ્થાને એના મિત્ર ગુરુની મીન રાશિ પર પડે છે, એટલે જાતક સદકાર્યોમાં અધિક સમય ગાળે છે અને જન્મ સ્થાનથી ઘણે દૂર બીજા સ્થાનોમાં સુખ અને સમૃદ્ધિ પામે છે.ઽઅવા જાતકો ધૈર્યવાન, વિનમ્ર, ગૃહજીવન્ન દુઃખી અનેક પ્રકાર્ની આંટીઘુંટીમાં અટવાયેલા અને ખર્ચાઓમાં ફસાયેલા હોય છે.  

સપ્તમ ભાવ – સાતમા ભાવમાં ચંદ્ર એના સામાન્ય મિત્ર શુક્રની તુલા રાશિમાં છે. એના પ્રભાવથી જાતકને સૌંદર્ય, ભોગવિલાસ અને સ્ત્રીસુખની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે વૈભવ અને વ્યવસાયમાં પણ સફળતા મળે છે.      

     સાતમા ભાવનો ચંદ્ર પહેલા ભાવમાં એના મિત્ર મંગળની મેષ રાશિને જુએ છે. એટલે જાતકને શારીરિક સૌષ્ઠવ, સુખ, આનંદ અને યશની પ્રાપ્તિ નિરંતર થતી રહે છે. આવા જાતક વિલાસ અને વૈભવવાળા, વ્યવસાયમાં સફળ અને યશ-સન્માન પ્રાપ્ત કરનાર હોય છે.

  અષ્ટમ ભાવ – આઠમા આયુ, મૄત્યુ અને વ્યાધિના ભાવમાં મંગળની વૃશ્ચિક રાશિમાં રહેલો ચંદ્ર ભૂમિ અને જંગમ સંપત્તિને નુકશાન કરે છે, માતૄસુખની ઊણપ અને ગૄહજીવનમાં અશાંતિ સર્જે છે. એનું આયુષ્ય સંકટોથી ભરેલું  અને દૈનિક જીવન અસ્તવ્યસ્ત હોય છે. ઘણું કરીને એને જન્મભૂમિથી દૂર રહેવું પડે છે.           

આ ભાવથી ચંદ્રની દ્રષ્ટિ બીજા ભાવ પર પડે છે, એટલે સુખ અને સંપત્તિનો યોગ એને મળતો રહે છે, છતાં એની પ્રાપ્તિ માટે એને સતત પ્રયત્નશીલ રહેવું પડે છે.

નવમ ભાવ  – નવમા ભાવમાં ત્રિકોણ સ્થાનમાં એના મિત્ર ગુરૂની ધન રાશિમાં રહેલો ચંદ્ર જાતકને શક્તિ, સામર્થ્ય આપી માતા, ભૂમિ અને સંપત્તિનું સુખ આપે છે.     

          ધર્મ ભાવમાં રહેલા ચંદ્રથી જાતકનું મન ધાર્મિક કર્મોમાં લીન હોય છે અને દાન, પુણ્ય અને તીર્થયાત્રામાં સત્કાર્યો કરાવે છે.        

       નવમા સ્થાનનો ચંદ્ર એના મિત્ર  બુધની મિથુન રાશિને ત્રીજા સ્થાનમાં જુએ છે, એટલે જાતકના પરાક્રમની વૄદ્ધિ અને ભાઈ-બહેનોનું સુખ પણ મળે છે.      

         આ ભાવનો જાતક સદભાગી, સુખી, ધનસંપત્તિવાળો, પરાક્રમી અને ધર્માચરણ કરવાવાળો હોય છે.  

દશમ ભાવ – રાજ્ય, વ્યવસાય, કર્મ અને કેન્દ્રમાં શનિની મકર રાશિમાં રહેલો ચંદ્ર પિતાથી વૈમનસ્ય, રાજ્યથી સન્માન અને પરિશ્રમથી વ્યવસાયમાં સફળતા મેળવે છે.

             દશમા ભાવનો ચંદ્ર ચોથા ભાવમાં પોતાની જ કર્ક રાશિ પર દ્રષ્ટિ કરે છે, એટલે માતા તરફથી સુખ મળે છે. ભૂમિ – સંપત્તિ વગેરેનો પણ લાભ થાય છે.

          આ ભાવનો જાતક માતાથી સુખી પણ પિતાથી દુઃખી; પ્રયત્નથી અને મનોયોગથી સંપત્તિ સુખ પામે છે.  

એકાદશ ભાવ – અગિયારમા ભાવમાં લાભસ્થાનમાં શનિની કુંભ રાશિમાં રહેલો ચંદ્ર આવકનાં સાધનોમાં  ઊણપ અને અસંતોષ પેદા કરી જાતકનું જીવન કઠિન બનાવે છે,  છતાં સ્વપ્રયત્નથી પરિશ્રમી જાતક સફળતાની કેડી કંડારે છે.

            આ ભાવના ચંદ્રની દ્રષ્ટિ એના મિત્ર સૂર્યની સિંહ રાશિ પર પડે છે, એટલે જાતકની વિદ્યામાં અને  સંતાનોમાં વૄદ્ધિ થાય છે. આ ભાવનો જાતક વિદ્વાન,  સંતતિવાળો અને પ્રયત્નથી સંપત્તિ ભોગવનારો થાય છે.

દ્વાદશ ભાવ – બારમા ભાવમાં ચંદ્ર એના સામાન્ય મિત્ર ગુરુની મીન રાશિમાં હોય છે. જાતક કાર્યોમાં ઠાઠમાઠથી એનો વૈભવનો વ્યય કરે છે. બાહ્યબ સ્થાનોમાં સંબંધો અને પ્રતિષ્ઠા શ્રેષ્ઠ હોય છે.

           આ ભાવમાંથી ચંદ્ર એના મિત્ર બુધની કન્યા રાશિ ઉપર છઠ્ઠા સ્થાનમાં દ્રષ્ટિ કરે છે, એટલે  જાતક શત્રુપક્ષ સાથે સંયમ અને શાંતિથી કામ લે છે અને કલહોનું નિરાકરણ ચતુરાઈથી અને સફળતાથી કરે છે.

        આ ભાવનો જાતક સુખી અને સંતુષ્ટ જીવન ગાળે છે. શત્રુપક્ષ પર શાલીનતાથી અને સંયમથી વિજય પ્રાપ્ત કરે છે. 


મેષ લગ્નના ભિન્ન ભિન્ન ભવોમાં સૂર્યનું ફળકથન નીચે પ્રમાણે છે;

પ્રથમ ભાવ – શરીરસ્થાનમાં ઉચ્ચનો સૂર્ય એના મિત્ર મંગળની રાશિમાં છે; તેથી જાતક મધ્યમ કદનો સ્વસ્થ, સ્વાભિમાની, પ્રભાવી અને પરમ વિદ્વાન થશે – એની વાણી પ્રભાવ અને પ્રતિષ્ઠા આપનારી હશે અને સંતાનો પ્રબળ, બુધ્દિમાન, વ્યવહારકુશળ અને મહત્ત્વકાંક્ષી હશે.
પરંતુ સાતમા ભાવમાં સૂર્યની દ્રષ્ટિ હોવાથી સ્ત્રી અને દામ્પત્ય સુખમાં કલેશ અને કષ્ટ રહેશે. જિવનવ્યવહારમાં સંધર્ષ કરવો પડશે. આવા જાતકોની પત્ની અહંકારી અને મનસ્વી હોય છે.
દ્વિતીય ભાવ – ધનસ્થાનમાં સુર્ય એના શત્રુ શુક્રની રાશિમાં છે. જેથી જાતકને આર્થિક વિંટંબણા રહેશે. સંતાનો તરફથી ચિંતા રહેશે અને એમની વિદ્યા પણ સાધારણ રહેશે.
વૃષભનો સૂર્ય પૂર્ણ દ્રષ્ટિ થી એના મિત્ર મંગળના વૃશ્ચિક રાશિના આઠમા ભાવને
જુએ છે; તેથી જાતક દીર્ધાયુષી થશે અને ભૂમિગત ધન કે આકસ્મિક અર્થલાભ થશે; પરંતુ અનેક મથામણો પછી પણ વધુ ધનસંચય દુષ્કર બનશે.
તૃતીય ભાવ – ત્રીજા પરાક્રમ સ્થાનમાં સૂર્ય એના મિત્ર બુધની રશિમાં છે; તેથી જાતક વિદ્યા અને વક્તૃત્વમાં કુશળ હશે અને પરક્રમી હશે.
સૂર્ય સાતમી દૃષ્ટિથી ભાગ્ય અને ધર્મસ્થાનને જુએ છે, તેથી જાતક ધર્માત્મા, દાની અને તીર્થયાત્રા કરવાવાળો થાય. ઉપાસના અને આરાધનાથી મંગળ કાર્યોની વૃદ્ધિ કરે.
ત્રીજા સ્થાનનો શક્તિશાળી સૂર્ય જાતકને તેજસ્વી વ્યક્તિત્વ અને પ્રાભાવશાળી વક્તૃત્વ આપશે.
ચતુર્થ ભાવ – એના મિત્ર ચંદ્રામાની રશિમાં રહેલો સૂર્ય જાતકને ભૂમિ, મકાન અને વિવિધ સુખોનો ભોક્તા બનાવે છે. વિદ્યાના લાભ સાથે સૂર્યની ઉગ્રતાને ચંદ્રની શીતળતાનું નિયંત્રણ મળશે અને સંતુલન સચવાશે.
ચોથા ભાવમાં સૂર્ય એની પૂર્ણ દૃષ્ટીથી દસમા ભાવમાં શનિની રાશિને જુએ છે, એટલે જાતકને પિતા સાથે અણબનાવ, રાજ્ય તરફથી પીડા અને વિફળતા મળે છે છતાં એના પ્રભાવથી સન્માન તો જરુર મળશે.
પંચમ ભાવ – વિદ્યા અને સંતાનના પાંચમા ભાવમાં સૂર્ય સ્વક્ષેત્રી છે; તેથી જાતક વિદ્વાન, બુદ્ધિમાન અને ઓજસ્વી વાણી પ્રાપ્ત કરે. પ્રતાપી પુત્રનો જાતક પિતા થાય.
પાંચમેથી સૂર્ય એના શત્રુ શનિની કુંભ રાશિને અગિયારમા સ્થાનમાં જુએ છે; તેથી સંપત્તિ માટે સતત સંધર્ષ કરવો પડે.
આ જાતકની ઉગ્ર અને કટુવાણીથી સફળતા તો મળે છે, પરતું એના ટિકાકારો અને હિતશત્રુ પણ વધે છે.
ષષ્ઠ ભાવ – છઠ્ઠા સ્થાનનો સૂર્ય એના મિત્ર ગુરુના મીન રશિવાળા બારમા વ્યય સ્થાનને જુએ છે; તેથી જાતક ખર્ચાળ છતાં બાહ્ય સંબંધોમાં સફળતા પ્રાપ્ત કરે છે. એને સ્વદેશ કરતાં વિદેશમાં વધુ સન્માન મળશે. આ સૂર્યના પ્રભાવથી સંતાન સંબંધી એને સતત ચિંતા રહેશે.
રોગ અને શત્રુના સ્થાનમાં રહેલી બુધની રાશિ જાતકને વિદ્યાની પ્રાપ્તિમાં કઠિનતા અપાવે છે. ઉગ્ર સ્વભાવનો ગ્રહ છઠ્ઠા સ્થાનમાં શક્તિશાળી બને છે; તેથી જાતક વિદ્વાન, અને શત્રુને સદૈવ પરાજિત કરનારો થાય.
સપ્તમ ભાવ – સાતમા સ્ત્રી, સ્વાસ્થ્ય અને વ્યવસાયના ભાવમાં તુલા રશિમાં સૂર્ય નીચનો થઈને એના શત્રુની રાશિમાં છે, એના પ્રભાવથી જાતક દુર્બળ રહેશે અને સ્ત્રી સંબંધી કંઈ ને કંઈ તકલીફ ઊભી થશે.
સાતમા સ્થાનથી સૂર્ય એના મિત્ર મંગળની મેષ રાશિને જુએ છે, એટલે આ જાતક લાંબા કદનો થશે. એ સ્વાભિમાની થશે અને યુક્તિપ્રયુક્યિથી સન્માન અને પ્રભાવ પ્રાપ્ત કરશે.
સૂર્યની આ સ્થિતિને કારણે સંતાનસુખ અલ્પ અને સ્ત્રીનું સુખ પણ સારું નહીં મળે. જીવનનિર્વાહમાં પણ સદા કઠિનતા અને વિદ્યાક્ષેત્ર પણ નબળું રહેશે.
અષ્ટમ ભાવ – આઠમા આયુષ્ય, મૃત્યુ, વ્યાધિના ભાવમાં સૂર્ય એના મિત્ર મંગળની વૃશ્ચિક રાશિમાં હોય છે, એનાથી વિદ્યાપ્રાપ્તિમાં કઠિનતા અને સંતાન પક્ષથી સતત ચિંતા રહે છે. એના આયુષ્યમાં વૃદ્ધિ થશે, આકસ્મિક કેટલાક લાભ પણ થશે છતાં દૈનિક જિવનમાં નાનીમોટી ઉપાધિઓ તો રહેશે જ.
આઠમા સ્થાનનો સૂર્ય બીજા સ્થાનમાં એના શત્રુ શુક્રની વૃષભ રાશિ પર દ્રષ્ટિ કરે છે, એટલે જાતકે ધનસંચય અને નિર્વાહ માટે વધુ પ્રયત્ન કરવા પડશે, છતાં થોડોઘણો અસંતોષ તો રહેવાનો.
નવમ ભાવ – નવમા ભાગ્ય, ધર્મ અને વિદ્યાના સ્થાનમાં ત્રિકોણસ્થાનમાં સૂર્ય એના મિત્ર ગુરુની ધન રાશિમાં રહ્યો છે, એટલે એને શ્રેષ્ઠ બુદ્ધિ, વુદ્યા અને જ્ઞાન મળશે. આવો જાતક ધર્માત્મા, શાસ્ત્રજ્ઞ, ઈશ્વરભક્ત, ન્યાયી, દયાળુ, તીર્થપ્રેમી અને દાનવીર હોય છે.
આ સ્થાનથી સૂર્ય ત્રીજા પરાક્રમ સ્થાનમાં બુધની મિથુન રાશિ પર દ્રષ્ટિ કરે છે, એટલે જાતક ભાઈ-બહેનવાળો પરાક્રમી, પુરુષાર્થી અને શ્રેષ્ઠ યોગ્યતાવાળો થાય. આ સ્થાનમાં સૂર્યની શ્રેષ્ઠ સ્થિતિ હોય છે.
દશમ ભાવ – રાજ્ય, પિતા, વ્યવસાય અને પ્રતિષ્ઠાવાળા દસમા કેન્દ્રસ્થાનમાં સૂર્ય એના શત્રુ શનિની મકર રાશિમાં રહેલો છે. એના પ્રભાવથી જાતક પિતા, વ્યવસાય, નોકરી અને માન – પ્રતિષ્ઠાના ક્ષેત્રમાં અધુરપ અનુભવે છે; પરન્તુ આવા જાતકનું રાજભાષા અને વિદેશી ભાષામાં સારું પ્રભુત્વ હોય છે.
આવો જાતક અહંકારી, અસહિષ્ણુ અને ક્રોધી સ્વભાવનો હોય છે. મકર રાશિનો દશમા સ્થાનનો સૂર્ય ચોથે એના મિત્ર ચંદ્રમાની કર્ક રાશિને પૂર્ણ દ્રષ્ટિથી જુએ છે, જેથી જાતકને ભૂમિ, મકાન તથા માતાનું સુખ સારુમ મળશે; એના બુદ્ધિબળથી રાજનીતિમાં કે વ્યવસાયમાં પણ સફળતા પ્રાપ્ત કરશે.
એકાદશ ભાવ – અગિયારમા સ્થાનનો કુંભ રાશિનો સૂર્ય જાતકને અર્થ પ્રાપ્તિ માટે કઠિન પરિશ્રમ કરાવે છે. અગિયારમા સ્થાનનો સૂર્ય ઉગ્ર અને અત્યંત શક્તિશાળી હોય છે, એટલે જાતકને લાભ અને સંપત્તિ તો મળશે જ; પરંતુ એ માટે શારીરિક શ્રમ અને બુદ્ધિબળનો સતત ઉપયોગ કરવો પડશે.
આ સ્થાનના સૂર્યની દ્રષ્ટિ એની જ રાશિના પંચમ સ્થાન પર પડે છે, એટલે જાતક સંતાન, વિદ્યા, બુદ્ધિમાં સમૃદ્ધ હશે. ઉગ્રવાણીથી એ સ્વાર્થની સિદ્ધિ પણ કરી શકશે.
દ્વાદશ ભાવ – વ્યય, હાનિ, દંડ અને રોગના બારમા ભાવનો સૂર્ય એના મિત્ર ગુરુની મીન રાશિમાં છે. એ વધુ ખર્ચ કરાવશે અને બાહ્ય સ્થાનો સાથે ઘણો સારો સંબંધ રખાવશે. જિવનનિર્વાહ માટે બુદ્ધિને કસવી પડશે. સંતાન પક્ષે ચિંતા રહેશે અને પ્રસંગોપાત નુકશાન પણ ઉઠાવવું પડશે.
આ સ્થાનનો સૂર્ય છઠ્ઠા સ્થાનમાં એના મિત્ર બુધની કન્યા રાશિ પર દ્રષ્ટિ કરે છે. આથી જાતક નિર્ભિક રહી શત્રુને પરાજિત કરશે.
મેષ લગ્નના જાતક કૃશ શરિરવળા, વાચાળ, ઉગ્ર સ્વભાવવાળા, અહંભાવી, ચંચળ, ચતુર, ધર્માચરણ કરવાવાળા અને અલ્પસંતતિવાન હોય છે. તેઓ બુદ્ધિમાન, પરિવારપ્રેમી અને ભોજનપ્રિય હોય છે. તેઓ શરીરે લાલાશ પડતા હોય છે.
તેમના જીવનમાં છ, આઠ, પંદર, એકવીસ, છત્રીસ, ચાલીસ, પિસ્તાલીસ, છપ્પન અને ત્રેસઠનાં વર્ષોમાં ધનહાનિ અને શારીરિક કષ્ટો પડે છે.
મેષ લગ્નના જાતકનાં સોળ, વીસ, અઠ્ઠાવીસ, ચોત્રીસ, એકતાલીસ, અડતાલીસ અને એકાવનનાં વર્ષો ભાગ્યવૃદ્ધિ, વાહનસુખ અને સંપત્તિની પ્રાપ્તિનાં છે. આ વર્ષમાં એમને ઐશ્વર્ય અને આનંદ મળશે.
આ લગ્નના જાતકોને દેહ સંબંધમાં મંગળ, ભાગ્ય સંબંધમાં ગુરુ અને ઉપર્યુક્ત પુરુષાર્થ અને ભાઈબહેનોના સંબંધોમાં બુધ કષ્ટદાયક છે. મેષ લગ્નવાળા
જાતકોને ધનલાભ માટે શનિ અને શુક્ર શુક્ર શુભ ફળ આપનાર છે.

મેષ લગ્નમાં ભિન્ન ભિન્ન રાશિઓમાં અને ભાવોમાં રહેલા સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુનું ફળ વિસ્તારથી આગળની પોસ્ટમાં આપવામાં આવશે.

મનુષ્ય જન્મજન્માન્તરનાં પુણ્યપાપ પ્રમાણે ફળ પામે છે. છતાં એના શુભાશુભનું નિમિત્ત ગ્રહ હોય છે. પ્રાચીન મહર્ષિઓએ એટલા માટે આગ્રહપૂર્વક કહ્યું છે કે, પ્રયત્નપૂર્વક ગ્રહશાંતિ કરવી આવશ્યક છે.
ભૃગુઋષિએ કહ્યું છે કે –

ग्रहाः रज्यं प्रयच्छन्ति ग्रहा राज्य हरन्ति च |
ग्रहैस्तु व्यापितं सर्वं त्रैलोक्यं सचराचरं ||

એટલે तस्मात सर्वप्रयत्नेन कर्तव्यं ग्रहशान्तिकं || એમ ગ્રહશાંતિનો આદેશ આપે છે. ગ્રહોને પૂજ્ય ગણી, હાનિવૃદ્ધિ ગ્રહઆધીન છે, એમ કહી મહર્ષિ નારદ પણ ग्रहेषु विषमस्थेषु शांति यत्नात समाचरत ભાર પૂર્વક કહે છે; મહર્ષિ વસિષ્ઠ ભય દર્શાવી કહે છે, ‘વિષમ ગ્રહોના જે વ્યક્તિ શાંતિ નથી કરતી તે अर्थंहानिं च मरणमाश्वत सर्वसंकटम | સંપત્તિનાશ, મરણ અને સર્વ સંકટો ભોગવે છે. મહર્ષિ યાજ્ઞવલ્કય પણ કાર્ય સિદ્ધિ માટે ગણપતિ અને ગ્રહોની પૂજા કરવાનું કહે છે.
આચાર્ય વરાહમિહિર ગ્રહનું ફળ પાત્ર અને કાળને અનુરુપ માની ગ્રહશાંતિના અનેક ઉપાયો બતાવે છે.
આચાર્યોએ ગ્રહશાંતિ માટે ધાતુ, રત્ન, ઔષધ, વનસ્પતિ, પુષ્પ, પશુ, ધાન્ય, રસ અને વસ્ત્રનાં દાનની વિધિ દર્શાવી છે તો સાથે સાથે સામાન્ય સરળ વિધિ બતાવી છે. ગ્રહોના જપ અને અનુષ્ઠાન વિધિ બતાવી ગ્રહપૂજાનો મહિમા વર્ણવ્યો છે. નવ ગ્રહો વિષમ હોય તો તેમનાં દાનો નીચે મુજબ કરવા ;

સૂર્ય સોનું, તાંબું, માણેક, ગાય, રક્તચંદન, ઘઉં, ગોળ, લાલ કમળ, લાલ વસ્ત્ર.
ચંદ્ર સોનું, ચાંદી, મોતી, શ્ંખ, કપૂર, ગાય, ચોખા, ધોળું વસ્ત્ર, જળપૂર્ણ ઘડો, સફેદ પુષ્પ.
મંગળ સુવર્ણ, તાંબું, પ્રવાળ, રક્ત વૃષભ, મસૂરની દાળ, ગોળ, રાતી કરેણ, લાલ રંગનું વસ્ત્ર.
બુધસોનુ, કાંસું, નિલમ, મગ, હાથી, ઘી, લીલું વસ્ત્ર, બધાં પુષ્પો.
ગુરુ સોનું, કાંસું, પોખરાજ, ચણાદાળ, ઘોડો, સાકર, પીળું વસ્ત્ર, પીળાં પુષ્પો.
શુક્ર સોનું, ચાંદી, હીરો, ચોખા, સફેદ ઘોડો અને સુગંધિત દ્રવ્યો, સફેદ પુષ્પો.
શનિ સોનું, લોખંડ, વાદળી નંગ, અડદ, ભેંસ, તેલ, કમ્બલ, કાળાં પુષ્પો.
રાહુ સોનું, સીસું, ગોમેદ, તલ, ઘોડો, કાળું વસ્ત્ર, મોટું ખડગ, કાળાં પુષ્પો.
કેતુ સોનું, પોલાદ, વૈદૂર્ય, કસ્તૂરી, તલ, બકરો, કાળું વસ્ત્ર, ઘેટો, કાળા પુષ્પો.

તથા વેદોક્ત કે પુરાણોક્ત મંત્રો વગેરેની વિધિ અધિકારી પુરોહિતો પાસેથી જાણી એ પ્રમાણે અનુષ્ઠાન કરવું. સામાન્ય સરળ વિધિ પણ કેટલાક આચાર્યોએ બતાવી છે. સૂર્ય માટે તાંબુલદાન, ચંદ્ર માટે ચંદનદાન, મંગળ માટે બ્રહ્મભોજન, બુધ માટે પુષ્પઅર્પણ, ગુરુ માટે શિવ અથવા વિષ્ણુને નમસ્કાર, શુક્ર માટે તૈલાભ્યંગ સ્નાન, રાહુ અને કેતુ માટે બ્રાહ્મણોને વંદન. આમ કરવાથી જે તે વિષમ ગ્રહની પીડા નષ્ટ થાય છે. આચાર્ય વરાહમિહિરે આ વિષમ ગ્રહની પીડાને નિવારવાની વિધિ ખૂબ જ સંક્ષિપ્ત રીતે બતાવી છે;
લાલ ફુલ, સુગંધીપદાર્થો, તાંબુ, સોનું અને વૃષભનાં દાનથી સૂર્ય, મંગળની; ગાય, સફેદ ફુલ, ચાંદી અને મિષ્ઠાન્નથી, ચંદ્રની; કામદીપકપદાર્થોથી, શુક્રની; કાળા પદાર્થોથી, શનિની; મણિ, ચાંદી, તેમજ તલનામ પુષ્પોથી, બુધની; પીળા પદાર્થોથી, ગુરુની ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવે તો મનુષ્ય ઊંચેથી પડે કે સાપના રાફડામાં આટવાય તો પણ પીડીત થતો નથી
તેઓ આગળ કહે છે કે –
“દેવતાઓ અને બ્રહ્મણોની પૂજાથી શાંતિ, મંત્ર, જપ, નિયમ, દાન અને જિતેન્દ્રિયપણાથી, સજ્જનોના સમાગમ અને સદવચનોથી અશુભ દ્રષ્ટિજન્ય દોષોનો નાશ કરવો જોઈએ”

 

vie my video https://youtu.be/n2WNbYYn6UA

 

Jay Hanuman

happy Hanuman Jayanti

(૧) કેન્દ્ર (૧,૪,૭, અને ૧૦)માં રહેલા ગ્રહ અધિક શક્તિશાળી હોય છે અને પોતનું પૂર્ણ ફળ આપે છે.
(૨) ત્રિકોણ (૫ અને ૯)માં રહેલા ગ્રહ જાતકો ઉપર એમની શક્તિનો પૂરો પ્રભાવ પાડે છે.
(૩) ધન અને લાભ સ્થાન (૨ અને ૧૧)માં રહેલા ગ્રહ ધનસંપત્તિ વધારે છે. અગિયારમા સ્થાનમાં વિશેષ લાભ આપે છે.
(૪) પરાક્રમ સ્થાન (૩)માં રહેલા ગ્રહ જાતકના પરાક્રમની વૃધ્ધિ કરી સફળતા અપાવે છે.
(૫) છઠ્ઠા, આઠમા અને બારમા સ્થાનમાં રહેલા ગ્રહ જાતકને શત્રુ, મૃત્યુ અને ધનનાશથી પીડિત કરે છે.
(૬) ત્રીજા, છઠ્ઠા અને અગિયારમા સ્થાનમાં રહેલા ક્રુર ગ્રહો જાતકને શક્તિ પ્રદાન કરે છે. અગિયારમા સ્થાનમાં બધા ગ્રહ શુભ ફળ આપે છે.
(૭) સ્વગ્રહી, ઉચ્ચક્ષેત્રી, મિત્રક્ષેત્રી અને ઉચ્ચક્ષેત્ર પર દ્રષ્ટિ નાખતા ગ્રહો એ સ્થાનોના ગુણોની વૃધ્ધિ કરે છે.
(૮) છઠ્ઠો ગુરુ શત્રુનો નાશ કરે છે અને આઠમે શનિ દીર્ઘાયુ આપે છે. દસમે મંગળ જાતકની ભાગ્યવૃધ્ધિ કરે છે.
(૯) જો ગુરુ પહેલા, ચોથા, પાંચમા, નવમા તથા દસમા ભાવમાં હોય તો બધા દોષોનો નાશ કરે છે.
(૧૦) પહેલા, ચોથા, પાચમા, નવમા અને દસમા ભાવમાં બુધ સો દોષોનો, શુક્ર બસો દોષોને અને ગુરુ લાખ દોષોને દુર કરે છે.
(૧૧) જન્મકુંડળીના ગ્રહો અને દૈનિક ગ્રહ ગોચરના ફળાદેશને જાણી એનો સમન્વય કરવાથી ખરું ગ્રહફળ જણાય છે.
(૧૨) સંયુક્ત પરિવારમામ પરસ્પર સૌના ગ્રહોના પ્રભાવ એકબીજા પર પડે છે. એટલે ફળકથનમાં પરિવારના સૌ સભ્યોની કુંડળી જોવી જરુરી છે.

 

( for all life problems solution properly by vaidik astrology call on : +91 9930659965 )

 

ગ્રહોની નૈસર્ગિક મૈત્રી, શત્રુત્વ કે સમતા નીચે મુજબ છે . .

(૧) સૂર્યના ચંદ્ર, મંગળ અને ગુરુ મિત્ર, શુક્ર શનિ શત્રુ અને બુધ સમ છે.
(૨) ચંદ્રના સૂર્ય તથા બુધ મિત્ર, અને મંગળ, ગુરુ, શુક્ર, શનિ સમ છે.
(૩) મંગળના સૂર્ય, ચંદ્ર તથા ગુરુ મિત્ર, બુધ શત્રુ, તથા શુક્ર શનિ સમ છે.
(૪) બુધના સૂર્ય, તથા શુક્ર મિત્ર, ચંદ્ર શત્રુ અને મંગળ, ગુરુ, શનિ સમ છે.
(૫) ગુરુના સૂર્ય, ચ્ંદ્ર, મંગળ મિત્ર, શુક્ર બુધ શત્રુ અને શનિ સમ છે.
(૬) શુક્રના બુધ, શનિ મિત્ર, સુર્ય, ચંદ્ર શત્રુ અને મંગળ, ગુરુ સમ છે.
(૭) શનિના બુધ, શુક્ર મિત્ર, સૂર્ય, ચંદ્ર, મંગળ શત્રુ તથા ગુરુ સમ છે.

* આકાશમંડળમાં રશિચક્રમાં ગ્રહોની ગતિ નિરંતર ચાલ્યા કરે છે. સૂર્ય એક રાશિમાં એક મહિનો રહિ બીજી રાશિમાં ગતિ કરે એને સંક્રાન્તિ કહે છે.
* પૃથ્વીની ગતિથી અયન થાય છે. ઉત્તરાયન અને દક્ષિણાયન.
* સૂર્ય મકર રાશિમાં આવે તેને મકરસંક્રાન્તિ કહે છે.

એ જ રીતે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ૨૭ દિવસમાં પોતાની પરિક્રમા પૂરી કરે છે. સૂર્ય એક માસ, ચંદ્ર સવા બે દિવસ, મંગળ અઢી માસ, બુધ બાવીસ દિવસ, શુક્ર એક માસ, શનિ ૩૦ માસ અને રાહુ-કેતુ અઢાર માસ એક રાશિમાં રહે છે.
જે ગ્રહો એક સરખી ગતિએ પોતાના પ્રદક્ષિણા-માર્ગમાં ચાલતા હોય તેને માર્ગી કહેવામાં આવે છે.
મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ – આ ગ્રહોની ચાલ એકસરખી હોતી નથી. ક્યારેક અતિચારી (ઝડપથી) ચાલે છે; ક્યારેક વક્ર એટલે પાછલી ગતિથી ચાલે છે એને વક્રી કહેવામાં આવે છે. પંચાંગમાં ગ્રહોની શીધ્ર, મંદ, વક્ર, સ્થંભિત અને માર્ગી ગતિનો ચોક્કસ સમય ગણતરીપૂર્વક આપવામાં આવ્યો હોય છે. જાતકના જન્મસમયે જે ગ્રહ માર્ગી હોય છે તેને જીવનભર માર્ગીના રૂપમાં ફળ આપે છે અને જે ગ્રહ વક્રી હોય છે તે તેને જીવનભર વક્રીના રૂપમાં ફળ આપે છે. અલબત્ત ગ્રહોની દૈનિક ગોચર ગતિના આધારે માર્ગી અથવા વક્રી થતા ગ્રહો જાતકના જીવન પર પોતાનો ભલો-બૂરો પ્રભાવ તો પાડતા જાય છે.

ગ્રહોનાં છ પ્રકારનાં બળ હોય છે.
(૧) સ્થાનબળ (૨) દિગ્બળ (૩) કાળબળ (૪) નૈસર્ગિક બળ (૫) ચેષ્ટાબળ (૬) દ્ગ્બળ

 

(૧) સ્થાનબળ – જે ઉચ્ચ હોય સ્વગ્રહી, મિત્રગ્રહી અથવા મૂલ ત્રિકોણમાં હોય તે સ્થાન બળી કહેવાય છે.
ચ્ંદ્ર અને શુક્ર સમ રાશિમાં-વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, મકર અને મીનમાં અને બીજા ગ્રહ સૂર્ય, મંગળ, બુધ, ગુરૂ, શનિ, રાહુ, કેતુ, વિષમ રાશિમા-એટલે મેષ, મિથુન, સિંહ, તુલા ધન અને કુંભમાં હોય તો બળવાન થાય છે.

(૨) દિગ્બળ – જન્મકુંડળીમાં પ્રથમ ભાવને પૂર્વ દિશા, ચતુર્થ ભાવને ઉત્તર દિશા, સપ્તમ ભાવને પશ્ચિમ દિશા અને દશમ ભાવને દક્ષિણ દિશા માનવામાં આવે છે. બુધ અને ગુરૂ પ્રથમ ભાવમાં હોય તો ચંન્દ્ર અને શુક્ર ચતુર્થ ભાવમાં, શનિ સાતમાં અને સૂર્ય અને મંગળ દશમાં ભાવમાં દિગ્બલી હોય છે.

(૩) કાળબળ – જાતકનો જન્મ રાત્રિમાં થયો હોય તો ચન્દ્રમા, શનિ અને મંગળ કાળબળી હોય છે. દિવસમાં જન્મ થયો હોય તો સૂર્ય, બુધ અને શુક્ર કાળબલી હોય છે. ગુરૂ સર્વકાળ બલી છે.

(૪) નૈસર્ગિક બળ – શનિ, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, ચન્દ્ર, સૂર્ય ઉત્તરોત્તર એકબીજાથી બળવાન હોય છે; એટલે કે શનિથી મંગળ; મંગળથી બુધ; બુધથી ગુરૂ; ગુરૂથી શુક્ર; શુક્રથી ચંદ્ર; ચંદ્રથી સૂર્ય અધિક બળવાન હોય છે.

(૫) ચેષ્ટાબળ – મકર રાશિથી મિથુન રાશિ સુધી કોઈપણ રાશિમાં હોતાં સૂર્ય તથા ચંદ્ર અગ્રબલી હોય છે. મંગળ, બુધ, ગુરૂ, શુક્ર તથા શનિ ચંદ્રમાની સાથે હોતાં ચેષ્ટાબલી હોય છે.

(૬) દ્દગ્બળ – જે પાપ ગ્રહો પર શુભ ગ્રહોની દ્રષ્ટિ પડે છે, તે દ્રષ્ટિનું બળ પામીને તેઓ દ્દગ્બલી થાય છે.